કયાં પક્ષીનો માળો ઘરમાં બને એ કહેવાય શુભ અને કયાં પક્ષીનો અશુભ, શું તમે જાણો છો, આ રહ્યો એનો જવાબ.
પક્ષીઓના માળાઓનો અર્થ : વિવિધ પ્રકારના પક્ષીઓ અને જીવો ઘણીવાર આપણા ઘરોમાં તેમના માળાઓ બનાવે છે. શું તમે જાણો છો કે કયાં માળા શુભ છે અને કયાં અશુભ?
પક્ષીઓ પોતાના રહેવા માટે માળો બનાવે એ સામાન્ય વાત છે. ઘણી વખત તે પક્ષીઓ આપણા ઘરની અંદર કે બહાર માળો બનાવે છે. આપણામાંથી મોટાભાગના લોકો આપણું ઘર ગંદું થઈ જવાના ડરથી તે પક્ષીઓના માળા કાઢી નાખતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં ઘણા પક્ષીઓના માળા બનાવવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ છે ઘરમાં ધન અને સમૃદ્ધિનું આગમન થશે. ચાલો આજે તમને માળાઓ સાથે જોડાયેલા આવા જ રસપ્રદ તથ્યો વિશે જણાવીએ.
ઘરમાં આ પક્ષીઓનો માળો બનાવવો શુભ હોય છે.
ચકલી : ઘરમાં ચકલીનો માળો બનાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સકારાત્મકતાનું સૂચક છે. મતલબ કે ઘરમાં ધન-સમૃદ્ધિ અને સુખ-શાંતિનું આગમન થવાનું છે.
મરઘી : ઘરમાં કૂકડો અને મરઘીનો માળો બનાવવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જાતકનું નસીબ ચમકે છે. આવો માળો બનાવવાથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિ પ્રગતિ કરે છે.
કીડીઓ : જો કાળી કીડીઓ ઘરમાં પોતાનું રહેઠાણ બનાવે તો તે શુભ ફળનું પ્રતિક માનવામાં આવે છે. મતલબ કે સારા દિવસો આવવાના છે. તો બીજી તરફ ઘરમાં લાલ કીડીઓ પોતાનું રહેઠાણ બનાવવે તો અશુભ માનવામાં આવે છે.
આ જીવો જો રહેઠાણ બનાવવે તો એ અશુભ છે.
મધમાખી : વ્યક્તિના ઘરમાં મધમાખી રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવું થવું કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે, જેના કારણે વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ચામાચીડિયા : ચામાચીડિયુ એક એવું પ્રાણી છે, જેનું ઘરમાં આવવું અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તે પોતાનું રહેઠાણ ઘરમાં બનેવે, તો તે પરિસ્થિતિ ખૂબ જ જોખમી માનવામાં આવે છે. એટલા માટે તે સ્થાયી થાય તે પહેલા તેને બહાર કાઢી નાખવા જોઈએ.
કબૂતર : ઘરમાં કબૂતરનો માળો બનાવવાથી શુભ અને અશુભ બંને ફળ મળે છે. સામાન્ય રીતે કબૂતરો કોઈપણ ખંડેર અથવા ઊંચી ઇમારતોની બાલ્કનીમાં રહેવાનું પસંદ કરે છે. જેથી તેઓ બિલાડી, કૂતરા અને અન્ય જીવોથી સુરક્ષિત રહી શકે.