ઘરની લાડકી દીકરીના સાસરિયે ગયેલ પિતાએ એવું તે શું જોયું કે તરત રડવા લાગ્યો, વાંચો સ્ટોરી.

0
55733

પ્રવીણની દીકરી સ્મિતાની બાળપણની આદત હતી કે તે જન્મદિવસ આવવાના 4-5 દિવસ પહેલા જ કહેવા લાગતી હતી કે “પપ્પા શું તમે તમારા માટે ગિફ્ટ લઇ લીધું?”

ત્યારે પ્રવીણ હસતો અને માથું હલાવીને ના પાડતો. તો દીકરી સ્મિતા ગુસ્સે થઇ જતી અને મોઢું ફુલાવીને બેસી રહેતી. અને જયારે જન્મદિવસ આવતો તો સરપ્રાઈઝ જોઈને ખુબ ખુશ થઇ જતી.

સ્મિતાના લગ્ન થઇ ગયા પછી એવું લાગતું હતું જાણે કે પ્રવીણના ઘરેથી રોનક જતી રહી હોય. અને એ વાતમાં કોઈ શંકા નથી કે દીકરીઓ ઘરમાં સંગીત જેવી હોય છે જેનો અવાજ હંમેશા સાંભળવો ગમે છે. પણ જયારે તે વહુ બનીને ઘરમાંથી જતી રહે છે તો તે સંગીત સાંભળવા માટે માં બાપ તરસે છે.

પ્રતીકાત્મક ફોટો

પહેલી વખત સ્મિતા જન્મદિવસ પર પોતાના સાસરિયે હતી એટલે પ્રવીણે વિચાર્યું આ વખતે ગિફ્ટ ખરીદીને તેને સરપ્રાઈઝ આપું. પ્રવીણે 4-5 દિવસ પહેલા ગિફ્ટ લઇ લીધું અને જન્મદિવસની રાહ જોવા લાગ્યો.

સ્મિતાનો જન્મ દિવસ આવ્યો અને પ્રવીણ ખુબ ખુશ હતો. પણ તેના મનમાં એક ચિંતા હતી કે મારી દીકરીએ પહેલી વખત મને ગિફ્ટ માટે કઈ કીધું નહિ, તેનો ફોન પણ આવ્યો નહીં. શું તેને સાસરિયામાં કોઈ તકલીફ તો નથી ને? કે પછી તેના સાસરિયા વાળા એટલા સારા છે કે તેને મારી યાદ જ ના આવી.

પ્રવીણ મનની ચિંતા દૂર કરવા સ્મિતાના સાસરિયે જવા નીકળ્યો. જન્મ દિવસનું સરપ્રાઈઝ આપવા માટે તે સ્મિતાના સાસરિયે ગયો અને ચુપચાપ ઘરમાં જવા લાગ્યો કે અંદરથી દીકરીનો રડવાનો આવાજ આવ્યો. તેણે જોયું કે સ્મિતાનો પતિ અને સાસુ તેની સાથે ઝગડો કરી રહ્યા હતા. તેમનો અવાજ બહાર સુધી આવતો હતો.

પ્રવીણને સમજાયું નહીં કે શું કરવું? એટલે તે પહેલા તેના ઘરથી દુર ગયો અને સ્મિતાને ફોન કર્યો અને કહ્યું, “દીકરી આજે તારો જન્મ દિવસ છે એટલે હું તને મળવા આવી રહ્યો છે.”

સ્મિતા (પોતાનો રડતો અવાજ સુધારીને) : “પપ્પા આજે મારો જન્મ દિવસ છે એટલે આજે આખો પરિવાર બહાર ફરવા જઈએ છીએ અને સાંજે જમીને મોડા આવવાના છીએ એટલે તમે કાલે આવજો.

પ્રવીણ ફોન મુકીને રડવા માંડ્યો અને મનોમન વિચારવા લાગ્યો કે, બીજાના ઘરની વહુ બન્યા પછી આપણી લાડલી દીકરીઓ બીજા માટે કેટલી બદલાઈ જાય છે અને કેટલું સહન કરે છે.

પ્રવીણ ઘરે ગયો અને પોતાની પત્નીને સમગ્ર ઘટના જણાવી અને બંને પતિ પત્ની ખુબ રડ્યા.