દેવી દેવતાઓને ઘી નો દીવો પ્રગટાવો કે તેલનો, આજે તમારી મૂંઝવણ થશે દૂર.

0
1560

આપણે ત્યાં તેલ અને ઘી બંને વસ્તુનો દીવો પ્રગટાવી શકાય છે, જાણો તમારે તેમાંથી શેનો દીવો પ્રગટાવવો જોઈએ.

આજે આપણે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દીવા વિશે ચર્ચા કરીશું. દીવો ક્યાં અને શા માટે રાખવો જોઈએ? દીવો ઘી નો હોવો જોઈએ કે તલના તેલનો. ચાલો જાણીએ આચાર્ય ઈન્દુ પ્રકાશ પાસેથી.

દેવતાઓ માટે બંને પ્રકારના દીવા પ્રગટાવવામાં આવે છે. ઘી નો દીવો દેવતાની જમણી બાજુએ એટલે કે તમારા ડાબા હાથે અને તલના તેલનો દીવો દેવતાની ડાબી બાજુ એટલે કે તમારા જમણા હાથ તરફ હોવો જોઈએ.

ઘી ના દીવામાં સફેદ ઊભી દિવેટનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે તલના તેલમાં લાલ અને આડી દિવેટનો ઉપયોગ કરવો જોઈએ.

ઘી નો દીવો દેવતાને સમર્પિત છે જ્યારે તલના તેલનો દીવો તમારી મનોકામનાની પૂર્તિ માટે છે. તમે જરૂર મુજબ એક અથવા બંને દીવા પ્રગટાવી શકો છો. તેનાથી ઘરના વાસ્તુનું અગ્નિ તત્વ મજબૂત બને છે.

ડિસ્ક્લેમર :  આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.