‘ઘેલી ડોશીનું માંકડું’ આ કાવ્ય તમારામાંથી કોને કોને યાદ છે?

0
1961

ઘેલી ડોશીએ એક પાળ્યું’તું માંકડું,

નાના શા કાન, લાંબી પૂંછડી જી રે !

ડોશી એ નામ એનું પાડ્યુ તું રામલો,

ખાવા દેતી ખીર રાબડી જી રે !

એક દિન રામલો પોઢયો પથારીએ,

તડકા ચડ્યા ન, તોય ઉઠ્યો જી રે !

ખવડાવા ખીર ડોશી આવીને ઓરડે,

જુવે તો રામલો માંદો જી રે !

ઓ રે ઓ વૈદરાજ ! ફી નો લો રુપીયો ,

માંદો પડયો છે મારો રામલો જી રે !

ડોશી લઇ જાય ઘેર દવા નો બાટલો ,

જોવે તો ખાટલો ઠાલો જી રે !

ઓરે ઓ રામલા કરતી પોકારતી ,

ડોશી દોડી એને ગોતવા જી રે !

થાકી વળીને ઘેર જુવે તો રામલો ,

બેઠો પિપૂડી વગાડવા જી રે !

લાવીને લાકડી જુએ તો રામલો,

ખીર લઇ ચાટવા બેઠો જી રે !

થાકી તુટીને ડોશી પડી પથારીએ,

નિરાતે શ્ર્વાસ ઘડી લેવા જી રે !

જાગીને જુએ તો ઊભો છે રામલો,

દવાનો બાટલો પાવા જી રે !

– રમણલાલ સોની.