વાંચો ઘેલવાવીરનો ઇતિહાસ અને તેમના પરચાની વાતો, ખુબ શ્રદ્ધાથી થાય છે તેમની પૂજા.

0
874

વિસનગર પાસે આવેલા કમાણા ગામ ખારી નદી ના કિનારે ધેલવાવીર નુ મંદિર આવેલુ છે. આ મંદિર ની મુલાકાત થોડા સમય પહેલા લીધી હતી તેનો ઉજળો ઈતિહાસ જાણવા મળયો હતો. આજ થી ૩૦૦ વર્ષ પૂર્વ કરણ વાઘેલા નામના રાજપુત વીર ગાયો ની વારે ચડેલા. એક દિવસ તેઓ અને તેમના બહેન ફુલ કુવંરબા બને ભાઇ બહેન ઘોડા પર બેસીને કમાણા ની સીમમાં થી પસાર થઇ રહેલા તે વખતે વિધર્મીઓ (મુસલમાનો) ગરીબો ની ગાયો ને કમાણા ની સીમ માંથી હાકી રહયા હતા. તેમનો ઇરાદો ગાયો ને ક તલ ખાને લઇ જવાનો હતો.

ગરીબ લોકો પોતાની ગાયો ની રક્ષા કરવા માટે કમાણા ની સીમ માથી પસાર થતા વાઘેલા યુવાન ને અરજ કરે છે. કરણ વાઘેલો પણ ક્ષત્રીય ધર્મનું પાલન કરતા ગાયોને બચાવવા પોતાનો ઘોડો લઇ વિધર્મીઓ પાછળ જાય છે. તેમની પાછળ તેમના બહેન ફુલ કુંવરબા પણ ભાઇ ની મદદે જાય છે. કરણ વાઘેલા મુસલમાનો ને લલકારતા કહે છે, તમારો જીવ વાલો હોય તો ગાયો ને છોડી ને ભાગી જાઓ. ગાયો ને નહી છોડો તો તમારુમો તનિશ્ચિત છે.

વિધર્મીઓ સંખ્યામાં વધારે હતા માટે તેઓ સામે પડકાર કરીને કહે છે, કે તારો જીવ વાલો હોય તો તુ પાછો વળી જા. કરણ વાઘેલો અને મુસલમાનો વચ્ચે ધીંગાણું થાય છે. બને ભાઇ બહેન મુસલમાનો પર તુટી પડે છે. ફુલ કુવર પણ તેમના ભાઇ ની જેમ તર વારબાજી માં પ્રવિણ હતા. કરણ વાઘેલા કેટલાક મુસલમાનો ઢીમ ઢાડી દે છે. આ જોતા વિધર્મીઓના સરદાર પોતના માણસો શાથે કરણ વાઘેલા ને ગોળ ફરતે થી ધેરી લઇ ને બધા એકી સામટે તેમના પર તુટી પડે છે.

કરણ વાઘેલા ની પીઠ પાછળ થી તર વાર નો ઘા થાય છે. જેમા તેમનુ મસ્તક ધડથી અલગ થઈ જાય છે. પરતુ કરણ વાઘેલા નુ ધડ હાથ માં તર વાર ફેરવતુ એક એક મુસલમાન ને ગાજર મુળા ની જેમ કા પવા માડે છે. વિધર્મીઓનો સરદાર તેના માણસો પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી નીકળે છે. ધડ તેમનો પીછો કરે છે મસ્તક પડયુ હોય છે તે જગ્યાએ થી ધડ લ ડતુ લ ડતુ ૩ કિલો મીટર સવાસા, રાવણાપુરા ગામ ની સીમ માં વિધર્મીઓનો સરદાર અને તેના બચેલા માણસો ના પ્રાણ પખેરુ ઉડાવીદે છે. છતા પણ ધડ તર વાર ફેરવતુ રહે છે.

કરણ વાઘેલા ના બહેન ફુલ કુવરબા પોતાના ભાઇ ને શાંત થવાનુ કહે છે. પરતુ ધડ શાંત થતુ નથી. ફુલકુવરબા તેમના હાથ મા રહેલી તર વાર થી બીજા હાથ ની હથેળી પર ધા કરે છે. ધા માથી લોહી નીકળતા લો હીના છાટા ધડ પર છાટે છે અને ધડ શાંત પડે છે. ફુલકુંવરબા પણ ભાઇનામો તનો આધાત સહન ન થતા પોતાના પ્રાણ આપી દે છે.

આમ ગાયો ની પાછળ વારે ગયેલા કરણ વાઘેલા ને ઘેલવાવીર તરીખે ઓળખાય છે. ધેલવાવીર નુ મસ્તક અને પાળીયો કમાણા ગામની સીમ માં ખારી નદી પાસે સુંદર મંદિર આવેલુ છે ત્યાં પુજાય છે. જયારે કમાણા થી ત્રણ કિલોમીટર દુર સવાલા અને રાવળાપુરા ગામ ની સીમ મા નાની ડેરી બનાવામાં આવેલી છે તે જગ્યાએ ધડ પુજાય છે.

ધેલવાવીર ના પરચા.

એક વખત કમાણા ગામ ની દિકરી પશુ ઓ માટે નો ધાસચારો લઇ ને ધરે આવી રહી હોય છે. તે સમયે સીમ માં ચોરો આવે છે. તે દીકરી ને પોતાના ધરેણા આપી દેવાનુ કહે છે. દિકરી ધેલવાવીર ને અરજ કરે છે. મારી તમે રક્ષા કરજો. તે સમયે ચોરો ને ધોડા દોડતા આવતા હોય તેવા અવાજ તેમના કાનો માં પડે છે. ચોરો ને મન મા થાય છે કે સૈનીકો ઘોડા લઇ ને તેમને પકડવા આવી રહયા છે. માટે ચોરો બીક ના મા રયા ભાગી જાય છે.

આવો જ બનાવ મંદિર મા બને છે ઘેલવાવીર ના મંદિર મા રાત્રે લુટારાઓ આવે છે. મંદિર મા તેઓ લુટ ફાટ કરે છે. લુટેલો સામાન લઇ ને ભાગવા જાય છે તે સમયે ઘેલવાવીર પરચો બતાવતા તે લુટારા ઓને આધળા કરી દે છે. મંદિર માં રાત્રે આમ તેમ ભટકયા કરે છે. લુટારાઓ થાકી જાય છે ને થાકી ને મંદિર મા સુઇ જાય છે. સવાર થતા મંદિર ના મંહત આવે છે. મંહત લુટારાઓને ઉઠાડે છે. લુટારાઓ મંહત ને બધી વાત કરે છે. મંહત ધેલવાવીરની માફી માગવાનુ કહે છે. લુટારાઓ ધેલવાવીર ની માફી માગે છે ભવિષ્યમાં આવી ભુલ નહી કરીએ, તેઓ કગરી પડે છે. લુટારાઓની દ્રષ્ટિ પાછી આવે છે.

કમાણા ગામ માં ઘેલવાવીર ના વધામણા :-

કમાણા ગામ માં દિકરા નો જન્મ થાય બાદ સવા મહીના પછી ધેલવાવીર ના વધામણા થાય છે. તે સમયે મંદિર મા જઇ ને સુખડી ધરાવામાં આવે છે. બીજુ વધામણુ દિકરા ના લગ્ન થયા પહેલા થાય છે. લગ્ન બાદ છેડા ગાંઠ છોડવા નો રીવાજ. સોટી રમાડવાનો રીવાજ પણ મંદિર ના ગર્ભગૃહ માં ઘેલવાવીર ના પાળીયા (મસ્તક) સામે થાય છે. તેવીજ રીતે ભાણીયા નુ પણ એક વધામણુ લગ્ન પહેલા કરવાનુ હોય છે. વધામણા માં સુખડી ધરાવામા આવે છે . આ ઉપરાત ગ્રામજનો માનતાઓ પુરી થાય તો ધેલવાવીર ના મંદિરે કાપડા ના ઘોડા રમતા મુકતા હોય છે.

જે લોકો વધામણા કરવાનુ ભુલી ગયા હોય તેમને ધેલવાવીર સપના મા આવે છે. સપના મા ધોડા દોડતા દેખાય છે. માટે તે વ્યક્તિ વધામણુ કરે બાદ સપના ધેલવાવીર ના ધોડા દેખાતા બંધ થાય છે. આવા ગામ માં ધણા કિસ્સા પ્રકાશ મા આવયા છે. માટે દુનિયા કોઇ પણ ખુણે હોય પણ કમાણા ગામ નો હોય તેના ધરે દિકરા નો જન્મ થાય અને તે દિકરો લગ્ન કરે તે પહેલાં ધેલવાવીર ના વધામણા કરવા જ રહયા.

તેવીજ રીતે ગામ માં ભવાઇયાઓ આવે ત્યારે ધેલવાવીર ને મંદીરે જઇ ને દર્શન કરે છે. તેમના પગ ના ઘુધરા મંદિરે પહેલા છોડે છે. ઘેલવાવીર ના આશીર્વાદ લઇ તે પછી ગામમાં જઇ ને ભવાઇ કરે છે.

આમ ધેલવાવીર વિર વાઘેલા રાજપુત હતા પણ તે કયા ગામના હતા તે અંગે હજુ પ્રશ્નાર્થ છે . પણ તેઓ હાજરા હજુર છે તે વાત ચોકકસ છે.

લેખન :- દિગ્વિજયસિંહ પ્રવિણસિંહ વાઘેલા

ફોટો ગ્રાફ :- દિગ્વિજયસિંહ વાઘેલા

માહીતી આપનાર :- વિક્રમસિંહ ચાવડા. (કમાણા).

(સાભાર હસમુખસિંહ વાઘેલા, અમર કથાઓ ગ્રુપ)