પપ્પા….. કબાટમાં ઉપરના ખાનામાં આપના ધોયેલા ચડ્ડી બંડ્ડી મુકેલા છે.
અને હા આપના ચશ્માં ન મળે તો ટીવી નીચેના કબાટમાં પહેલાં જુઓ, પછી સોફાની ઉપરની આખી ધાર ચેક કરો અને છેલ્લે આપણાં ઘરની બાલ્કનીની પાળીએ.
પેલો બ્લ્યુ લાઇનીંગ વાળો સર્ટ સોધતા નહી, મે છ મહીના પહેલાં એ કામવાળી બાઇને આપી દીધો છે અને છ મહીનામાં મે તમને બાર વખત આ વાત કહી છે.
રસોડાના મશાલીયામાં મે અજમાની ડબ્બીમાં અજમો અને જીરાની ડબ્બીમાં જીરું લખેલી ચબરખી લખીને મુકી છે. એવું જ સોડા અને મીઠાની બરણીઓ માં.
આપના લગ્નનું આલ્બમ આપની જાણ બહાર હું લઇ જઉં છુ. કેમ કે આપ જોઇ ને ઇમોશનલ….
મારો મોબાઇલ નંબર આપના ફોન માં ટીનીના નામે સેવ છે, એશ્વર્યા પર સર્ચ ન કરશો.
ધાબા પરની ટાંકીનો કોક ધાબા પર નહી નીચે રસોડાના બારણાં પાછડ છે, ટાંકી છલકાઇ ને ઉભરાય તો ઉપર દોટ ન મુકતા.
દાઢી કરવાની ટ્યુબ હંમેશા તમારા શુવીંગ પાઉચમાં જ મુકજો.
ટુથબ્રસ અને ટુથપેસ્ટ મુકીએ છીએ એ પ્લાસ્ટીકના નાના બાસ્કેટમાં નહી.
કોઇનો ફોન હોય અને મારો મોબાઇલ નંબર માંગે તો એ મોટા અક્ષરે મંદીર પાંસેના કેલેન્ડર પર લખેલો છે.
લવ યુ પાપા.
(જસ્ટ ઇમેજીન કે જેની પત્ની વર્ષો પહેલાં ગુજરી ગઇ છે. અને સંતાનમાં એક દીકરી છે, તેના લગ્ન ગઇ કાલે જ થયાં, ગઇકાલ સાંજે એને વળાવી અને આજે સવારે આવું લખેલી ચીઠ્ઠી હાથમાં આવી. અને એ બાપ તમે છો. તો આ લખાણ તમારે માટે એક ઐતિહાસિક શીલાલેખથી કમ નથી.)
– રઘુવંશી હીત રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)