ગાયને નિયમિત રીતે ગોળ-રોટલી ખવડાવો, થશે આટલા બધા ફાયદા.

0
813

ધાર્મિક ગ્રંથોમાં ગાયને ભોજન કરાવવાના ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જાણો મનુષ્યના જીવનમાં ગાયનું શું મહત્વ છે.

હિંદુ ધર્મમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓને શુભ માનવામાં આવે છે. તેમાંથી સૌથી વધુ મહત્વ ગાયને આપવામાં આવ્યું છે. હિંદુઓમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, કારણ કે તે આપણને દૂધ આપે છે. સાથે સાથે ગાયની દરેક વસ્તુનું ધાર્મિક મહત્વ છે. હિંદુ ધર્મમાં ગાયની પૂજા અને સેવાનું પણ ખૂબ મહત્વ છે.

એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. તેથી જો તમે ગાયની પૂજા અથવા સેવા કરો છો, તો તમે એક સાથે ઘણા દેવતાઓને પ્રસન્ન કરી શકો છો. શાસ્ત્રોમાં ગાયની સેવા અને પૂજા સાથે સંબંધિત ઘણા નિયમો છે, જેમાંથી કેટલાક ખૂબ જ લોકપ્રિય પણ છે.

ગાયને ગોળ અને રોટલી ખવડાવવી એ પણ આ નિયમોમાંથી એક છે. તમે ઘણા લોકોને આવું કરતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે ગાયને ગોળની રોટલી ખવડાવવાના ઘણા ફાયદા છે. ઉજ્જૈનના પંડિત અને જ્યોતિષી મનીષ શર્મા આ બાબતે કહે છે કે, ‘હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ ગાય ખૂબ પ્રિય છે.’

જો કોઈ વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે ગાયની સેવા કરે, તો તેને જીવનમાં દરેક પ્રકારે સુખ મળે છે. આમ તો રેગ્યુલર દિવસ પ્રમાણે તમારે ગાયને ખાવા માટે અલગ-અલગ વસ્તુઓ આપવી જોઈએ. જો તમે ગ્રહોની શાંતિ અથવા જીવનમાં સમસ્યાઓને ઓછી કરવા માંગતા હોવ, તો તમારે ગાયને ગોળ-રોટલી ખવડાવવી જોઈએ. પંડિતજી આપણને આના બીજા ઘણા ફાયદા જણાવે છે આવો જાણીએ.

ગ્રહ શાંતિ માટેના ઉપાય :

જો તમારી કુંડળીમાં સૂર્ય દોષ હોય, તો તમારે નિયમિત રીતે રસોડામાં બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ. રોટલી ઘઉંના લોટની હોવી જોઈએ.

જો તમારી કુંડળીમાં મંગળ નબળો હોય, તો ગાયને રોટલી સાથે ગોળ આપો.

જો કુંડળીમાં બુધ ગ્રહ અશક્ત કે નબળો હોય, તો તમારે રોટલીની સાથે ગાયને લીલા શાકભાજી ખવડાવવા જોઈએ.

જો ગુરુ નબળો હોય, તો તમારે ગાયને રોટલી, ગોળ અને ચણા ખવડાવવા જોઈએ.

જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તમારે ગાયને રોટલી અને પાણી બંને આપવા જોઈએ.

રાહુની મહાદશાને ઓછી કરવા માટે ગાયને કાળી દાળની સાથે રોટલી આપો.

શનિ ગ્રહને શાંત કરવા માટે તમારે દર શનિવારે ગાયને ઘી લગાવેલ રોટલી સાથે પાલક ખાવા માટે આપવી જોઈએ.

કેતુ ગ્રહને બળવાન બનાવવા માટે સફેદ તલ અને ઘઉંના લોટની બનેલી રોટલી ખાવા માટે આપો.

આર્થિક સમસ્યાઓ ઉકેલવા માટે : જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમે આ પરેશાનીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકતા નથી, તો તમારે તમારા દિવસની શરૂઆત નિયમિત રીતે ગાયના પગને સ્પર્શ કરીને કરવી જોઈએ. આ તમને માત્ર માનસિક શાંતિ જ નહીં આપે પરંતુ તમારી સમસ્યાઓને ઉકેલવાનો માર્ગ પણ આપશે.

નોકરીમાં પ્રમોશન માટેના ઉપાય : જો તમે તમારા કામ માટે ઘરની બહાર નીકળતી વખતે ગાયનો અવાજ સાંભળો છો, તો તે દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. ખાસ કરીને જો તમને નોકરીમાં પ્રગતિની આશા હોય, તો ગાયનો અવાજ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.

વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાય : ઘરમાંથી વાસ્તુ દોષોને દૂર કરવા માટે તમારે નિયમિત રીતે સવારે અને સાંજે ભગવાનના મંદિરમાં ગાયના ઘી નો દીવો કરવો જોઈએ. આમ કરવાથી ઘર શુદ્ધ રહેશે અને તમામ પ્રકારના દોષ દૂર થશે.

ઘરમાં સકારાત્મક ઉર્જા માટેના ઉપાય : જો ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે, તો પરિવારના સભ્યો વચ્ચે પણ પ્રેમ જળવાઈ રહે છે. આવી સ્થિતિમાં, જો તમને લાગે કે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા છે, તો તેને દૂર કરવા માટે, તમારે તમારા ઘરમાં ગાય સાથે ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો લગાવવો જોઈએ.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.