મુસાફરને પાણી પીવડાવ્યા પછી મહિલા “બચાવો બચાવો” ની બુમો પાડવા લાગી, પછી જે થયું તે જાણવું જોઈએ.

0
1698

એક દિવસ એક માણસ લાંબી મુસાફરી પર નીકળ્યો. ઘણું ચાલવાને કારણે તેને તરસ લાગી હતી. આગળ જતા રસ્તામાં એક કુવો આવ્યો.

તે તરસ્યો માણસ તે કુવા પાસે ગયો. ત્યાં એક મહિલા પાણી ભરી રહી હતી. તે માણસે કહ્યું હું ઘણું ચાલીને આવ્યો છું આથી મને ખુબ તરસ લાગી છે. તમે માને થોડું પાણી પીવડાવશો.

તે મહિલાએ તરસ્યા માણસને પાણી પીવરાવ્યું.

પાણી પીધા પછી તે માણસે મહિલાને પૂછ્યું કે, તમે મને મહિલાઓની ચાલાકી વિષે જણાવી શકો છો?

આ સાંભળી તે મહિલા જોર જોરથી બુમો પાડવા લાગી, બચાવો… બચાવો…

તે માણસ ગભરાય ગયો અને બોલ્યો કે તમે આવું કેમ કરી રહ્યા છો? તે મહિલાએ કહ્યું કે, ગામ વાળા અહીં આવે અને તમને ખુબ મા-ર મા-રે, એટલો મા-ર મા-રે કે મા-રી મા-રી-ને તમને મા-રી નાખે.

તો તે માણસે કહ્યું મને માફ કરો, હું તમને એક ભલી અને આબરૂદાર મહિલા સમજી રહ્યો હતો.

પછી તે મહિલાએ ફટાફટ પોતાના માટલાઓનું બધું પાણી પોતાના શરીર ઉપર નાખી દીધું. મહિલાની બુમો સાંભળી ગામ વાળા ત્યાં આવ્યા અને પૂછ્યું કે, શું થયું?

તે મહિલાએ તેમને જણાવ્યું હું કુવામાં પડી ગઈ હતી પણ આ ભલા માણસે મને બચાવી લીધી. ગામ વાળાએ તે માણસની પ્રશંસા કરી અને તેમને ખંભા ઉપર ઉપાડી લીધા. તેમણે તેમને ઇનામ પણ આપ્યું.

જયારે ગામ વાળા ત્યાંથી જતા રહ્યા તો મહિલાએ તે માણસને કહ્યું, તમારે મહિલાઓની ચાલાકી વિષે જાણવું હતું ને, તો આ હતું તેનું ઉદાહરણ. જો તમે મહીલાને તકલીફ આપશો તો તે તમારું સુખ અને ચેન બધું છીનવી લેશે, અને જો તમે તેમને સુખ આપશો તો તમને મો-ત-ના મોઢા માંથી પણ કાઢી લેશે.

પેલા માણસે મહિલાને સલામી આપી અને તેમનો આભાર માની આગળની મુસાફરી પર નીકળી ગયો.