પિલ્લર વગર ઉભું છે મુંબઈનું ગ્લોબલ વિપશ્યના બૌદ્ધ મંદિર, અહીં રાખવામાં આવ્યા છે બુદ્ધના અવશેષ.

0
375

આ બૌદ્ધ મંદિરને મળ્યું છે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, આધાર સ્તંભ વગર ઉભું છે વિશાળકાય ગુંબજ.

વૈશાખ મહિનાની પૂનમની તિથિને બુદ્ધ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. ભગવાન બુદ્ધની વાત થઈ રહી છે તો જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં અરબ સાગરના કિનારે ગોરાઈ ક્રીકની નજીક આવેલું ગ્લોબલ વિપશ્યના બૌદ્ધ મંદિર ઘણું ખાસ છે. આ મંદિરને ગુંબજની આકૃતિમાં તૈયાર કરવામાં આવ્યું છે. અને તેની ખાસ વાત એ છે કે આ ગુંબજમાં એક પણ આધાર સ્તંભ નથી.

આ મંદિરને બનાવવા માટે મોટા પથ્થરો અને સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતાની અનોખી બનાવટને કારણે આ મંદિરને વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા આપવામાં આવી છે. આ મંદિરમાં બનેલી ગેલેરીમાં તમે ભગવાન બુદ્ધના સમયની અને બીજી ઘણી પેઇન્ટિંગ જોઈ શકો છો. મંદિરના નકશીકામને જોઈને તમને ચીનની કલાકારીની યાદ આવી જશે.

અહીં મુકવામાં આવ્યા છે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા અવશેષ :

આ મંદિરમાં બનેલા હોલમાં લગભગ 8000 લોકો એક સાથે પૂજા કરી શકે છે, તે 61,300 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે. તેની ગુંબજ આકારની છત 325 ફૂટ ઊંચી છે અને અહીં બુદ્ધના અવશેષ રાખવામાં આવ્યા છે. જે સ્થળ પર બુદ્ધ સાથે જોડાયેલા અવશેષ મુકવામાં આવ્યા હોય છે તેને પગોડા કહેવામાં આવે છે. આ સ્થળ પર ભગવાન બુદ્ધની લાંબી પ્રતિમાને જોઈ શકાય છે, તેને આરસપહાણના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. તેનો આકાર મ્યાનમારના શ્વેદાગોન પગોડાથી પેરિત છે. તેનું નિર્માણ વર્ષ 2000 માં શરુ થયું હતું, જે 2008 સુધી ચાલ્યું.

આપવામાં આવે છે બુદ્ધની શિક્ષા :

આ જગ્યા પર ભગવાન બુદ્ધે આપેલી શિક્ષાનો પાઠ કરાવીને લોકોને વાસ્તવિક આનંદ મેળવવાનો રસ્તો દેખાડવામાં આવે છે. આ પગોડા પર બેલ ટાવર અને ટાવર બર્મીમાં વાસ્તુ કલાનો અદ્દભુત નમૂનો જોવા મળે છે. આ મંદિરના શિખરને મોટા ક્રિસ્ટલથી સજાવવામાં આવ્યું છે. અહીં શિખર પર જ અસલી સોનાનું કામ કરવામાં આવ્યું છે, બાકી જગ્યાઓ પર ફક્ત સોનાનું પાણી ચડાવવામાં આવ્યું છે.

અહીં એક મેડિટેશન હોલ અને મ્યુઝિયમ પણ છે. મ્યુઝિયમમાં ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ મુકવામાં આવી છે. આ સ્થળ પર બોધી વૃક્ષની શાખાથી તૈયાર કરવામાં આવેલા પીપળાના ઝાડને 2014 માં લગાવવામાં આવ્યું હતું. બોધ ગયામાંથી લાવવામાં આવેલ બોધી વૃક્ષની શાખાઓ આ જગ્યાને આદ્યાત્મિક રૂપથી વધારે મજબૂત બનાવે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.