દરેકનો મફત ઈલાજ કરતા વૈદજીની દીકરીના લગ્ન સમયે હતી પૈસાની તંગી, ભગવાને આ રીતે કરી તેમની મદદ

0
374

ભગવાન પર ભરોસો :

એક જૂની ઇમારતમાં વૈદજીનું મકાન હતું. પાછળના ભાગમાં રહેતા હતા અને આગળના ભાગમાં દવાખાનું ખોલી રાખ્યું હતું. તેમનાં પત્નીની આદત હતી કે દવાખાનુ ખોલવાના પહેલા, તે દિવસના માટે આવશ્યક ચીજ-વસ્તુઑ એક ચિઠ્ઠીમાં લખીને દેતાં હતા. વૈદજી ગાદી પર બેસીને પહેલા ભગવાનનું નામ લેતા પછી તે ચિઠ્ઠી ખોલતા.

પત્નીએ જે વસ્તુઓ લખી હોય તેના ભાવ જોતાં, પછી તેનો હિસાબ કરતા. પછી પરમાત્માને પ્રાર્થના કરતા કે હે ભગવાન ! હું કેવળ તારાં જ આદેશના અનુસાર તારી ભક્તિ છોડીને અહીં દુનિયાદારીના ચક્કરમાં આવી બેઠો છું. તેઓ ક્યારેય પોતાના મુખેથી કોઈ પણ દર્દીથી ફીસ ન્હોતાં માગતા. કોઈ દેતું હતું, કોઈ ન પણ દેતું પરંતુ એક વાત નિશ્ચિત હતી કે જેવોજ તે દિવસનો આવશ્યક સામાન ખરીદવા પુરતા પૈસા આવી જાય, તેનાં પછી કોઈની પાસેથી દવાના પૈસા લેતા ન હતા ભલેને તે દર્દી કેટલો પણ ધનવાન કેમ ન હોય !

એક દિવસ વૈદજીએ દવાખાનુ ખોલ્યું. ગાદી પર બેસીને પરમાત્માનું સ્મરણ કરીને પૈસાનો હિસાબ કરવાં આવશ્યક વસ્તુઓ વાળી ચિઠ્ઠી ખોલીને એકીટસે જોતાં જ રહી ગયા. એક વાર તો તેમનું મન ભટકી ગયું. તેમને પોતાની આંખોના સામે તારા ચમકતા નજર આવ્યા પરંતુ શિઘ્ર જ તેમને પોતાની તંત્રિકાઓ પર નિયંત્રણ કરી લિધું. લોટ, દાલ-ચોખાના પછી પત્નીએ લખ્યું હતુ, દિકરીના લગ્ન ૨૦ તારીખના છે, તેના દહેજનો સામાન. થોડી વાર માટે બાકીની ચીજોની કીંમત લખવાના બાદ દહેજના સામાનની સામે લખ્યું, આ કામ પરમાત્માનું છે, પરમાત્મા જાણે.

એક-બે દર્દી આવ્યા હતા. તેઓને વૈદજી દવા દઈ રહ્યાં હતા. તે દરમ્યાન એક મોટી કાર તેમનાં દવાખાનાના સામે આવીને રોકાઈ. વૈદજીએ કોઈ ખાસ ધ્યાન આપ્યું કેમકે ઘણા કાર વાળા તેમની પાસે આવતા રહેતા હતા. બન્ને દર્દી દવા લઈને ચાલ્યા ગયા. તે સૂટેડ-બૂટેડ સાહેબ કારમાંથી બહાર નિકળ્યા અને નમસ્તે કરીને બેંચ પર બેસી ગયા. વૈદજીએ કહ્યું કે જો આપે દવા લેવાની છે તો અહીં સ્ટૂલ પર આવો જેથી નાડી જોઈ લઉં અને કોઈ બીજા માટે લેઈ જવાની હોય તો બિમારીની સ્થિતિનું વર્ણન કરો.

તે સાહેબ કહેવા લાગ્યા, વૈદજી ! આપે મને ઓળખ્યો નહીં. મારું નામ કૃષ્ણલાલ છે. હાં… આપ મને ઓળખી પણ ક્યાંથી શકો ? કેમકે 15-16 વરસ બાદ આપના દવાખાના પર આવ્યો છું. આપને પાછલી મુલાકાતના હાલ સંભળાવું છું, પછી આપને બધી વાત યાદ આવો જશે. જ્યારે હું પહેલી વાર અહીં આવ્યો હતો તો હું જાતે આવ્યો ન હતો પરંતુ ઈશ્વર આપની પાસે લઈ આવ્યો હતો, કેમકે ઈશ્વરે મારા પર કૃપા કરી હતી અને તે મારું ઘર હર્યુ-ભર્યુ કરવે ઇચ્છતો હતો.

થયું એમકે હું કારથી જઈ પિતરાઈના ઘરે રહ્યો હતો અને બિલકુલ આપના દવાખાનાની સામે અમારી કાર પંકચર થઈ ગઈ. ડ્રાઈવર વ્હીલ કાઢીને પંકચર કરાવવા લઈ ગયો. આપે જોયું કે ગરમીમાં કારની પાસે ઉભો હતો તો આપ મારી પાસે આવ્યા અને દવાખાનાની તરફ ઇશારો ક્યો કે ત્યાં છાયામાં ખુરશી પર બેસવાનું કિધુ. હું આવીને ખુરશી પર બેસી ગયો. ડ્રાઈવરે કંઈક વધારે વાર લગાવી દિધી હતી.

એક નાની બેબી પણ ત્યાં મેજની પાસે ઉભી હતી અને ઘડીયે ઘડીયે કહી રહી હતી, ચાલો ને બાબા ! મને ભૂખ લાગી છે. આપ તેને કહી રહ્યાં હતા કે બેટા ! થોડી ધીરજ ધરો, આવું છું. હું તે વિચાર કરી રહ્યો હતો કે આટલી વારથી હું આપની પાસે બેઠો હતો અને મારા જ કારણે આપ ખાવા પણ નથી જઈ રહ્યાં ! મારે કંઈક દવા ખરીદી લેવી જોઇએ જેથી આપની પાસે બેસવાનો ભાર ન લાગે. મેં કહ્યું, વૈદજી ! છેલ્લા 5-6 વરસથી ઇંગ્લેંડમાં રહીને કારોબાર કરી રહ્યો છું. ઇંગ્લેંડ જવાના પહેલા લગ્ન થઈ ગયા હતા પરંતુ હજી સુધી સંતાન સુખથી વંચિત છું. અહીંયા પણ ઇલાજ કરાવ્યો અને ત્યાં ઇંગ્લેંડમાં પણ પરંતુ કિસ્મતે નિરાશા સિવાય કાંઈ ન દિધું.

આપે કહ્યું હતુ, મારા ભાઈ ! ભગવાનથી નિરાશ ન થાવ. યાદ રાખો કે તેના કોષમાં કોઈ ચીજની કમી નથી. આશ-ઓલાદ, ધન-ઇજ્જત, સુખ-દુખ બધુ જ એના હાથમાં છે. એ કોઈ વૈદ કે ડોક્ટરના હાથમાં નથી હોતું અને ન તો કોઈ દવામાં હોય છે. જે કાંઈ થવાનું હોય છે તે બધુ ભગવાનના આદેશથી થાય છે. ઓલાદ દેવી છે તો તે જ દેવાના છે. મને યાદ છે આપ વાતો કરતા જઈ રહ્યાં હતા અને સાથે પડીકીઓ બનાવતા પણ જઈ રહ્યાં હતા. બધી દવા આપે બે ભાગોમાં વિભાજિત કરીને બે લિફાફામાં નાખી હતી અને પછી મને પૂછીને એક લિફાફા પર મારુ નામ અને બીજા પર મારી પત્નીનું નામ લખીને દવાનો ઉપયોગ કરવાની રીત કહી હતી.

મેં ત્યારે એમ જ તે દવા લઈ લિધી હતી કેમકે હું ફક્ત થોડા પૈસા આપવા ઇચ્છતો હતો. પરંતુ જ્યારે દવા લઈ લિધા બાદ મેં પૈસા પૂછ્યા તો આપે કહ્યું હતુ, કાંઈ લેવાનું નથી. પરંતુ મારો આગ્રહ કર્યો તો આપે કહ્યું હતું, આજનું ખાતુ બંધ થઈ ગયું છે.

મેં કહ્યું, આપની વાત સમજમાં ન આવી ! તે દરમ્યાન એક માણસ ત્યાં આવ્યો, તેણે અમારી ચર્ચા સાંભળીને મને બતાવ્યું કે ખાતુ બંધ થવાનો મતલબ એ છે કે આજના ઘરેલુ ખર્ચના માટે જેટલી રાશી વૈદજીએ ભગવાન પાસે માંગી હતી તે ઈશ્વરે તેમને દઈ દિધી છે. અધિક પૈસા તેઓ નથી લઈ શકતા. હું થોડો હેરાન થયો અને થોડો લજ્જિત પણ કે મારા વિચાર કેટલા નિમ્ન હતા અને એ સરલચિત્ત વૈદ કેટલા મહાન છે.

મેં ઘર પર જઈ પત્નીને ઔષધિ દેખાડી અને બધી વાત કહી તો તેના મોઢામાંથી શબ્દો નિકળ્યા, તે ઇન્સાન નહીં કોઈ દેવતા છે અને તેમની દિધેલી દવા જ અમારા મનની મુરાદ પૂરી કરવાનું કારણ બનશે. આજ અમારા ઘરમાં બે ફૂલ ખિલેલા છે. અમે પતિ-પત્ની હર સમય આપના માટે પ્રાર્થના કરતા રહીયે છીએ. આટલા વરસો સુધી કારોબારે ફૂરસદ જ ન દિધી કે સ્વયં આવીને આપથી ધન્યવાદના બે શબ્દો કહી જતા. આટલા વરસો બાદ આજ ભારત આવ્યો છું અને કાર કેવળ અહીં જ રોકી છે.

વૈદજી ! અમારો પરિવાર ઇંગ્લૈંડમાં સેટલ થઈ ચુક્યો છે. કેવળ મારી એક વિધવા બહેન પોતાની દિકરીની સાથે ભારતમાં રહે છૈ. અમારી ભાણેજના લગ્ન આ મહિનાની ૨૧ તારીખના થવાના છે. ન જાણે કેમ જ્યારે-જ્યારે અમારી ભાણેજના આણાંના માટે કોઈ સામાન ખરીદ કરતો તો મારી નજરના સામે આપની તે નાનકડી દિકરી પણ આવી જતી હતી અને હર વસ્તુ હું બમણી ખરીદી લેતો. હું આપના વિચારોને જાણતો હતો કે સંભવતઃ તે વસ્તુઓ ન લો પરંતુ મને લાગતું હતુ કે મારી પોતાની સગી ભાણેજના સાથે જે ચહેરો હર વાર દેખાતો રહ્યો છે તે પણ મારી ભાણેજ જ છે. મને લાગતું હતુ કે ઈશ્વરે આ ભાણેજના લગ્નનું આણું ભરવાની જવાબદારી દિધી છે.

વૈદજીની આંખો આશ્ચર્યથી ખુલી રહી ગઈ અને બહુ ધીમા અવાજે બોલ્યા, કૃષ્ણલાલજી ! આપ જે કાંઈ કહી રહ્યા છો તે મારી સમજમાં નથી આવી રહ્યું કે ઈશ્વરની આ શું માયા છે. આપ મારી શ્રીમતીના હાથની ચિઠ્ઠી જૂઓ ! અને વૈદજીએ ચિઠ્ઠી ખોલીને કૃષ્ણલાલજીને પકડાવી દિધી. ત્યાં ઉપસ્થિત બધાએ જોઈને હેરાન રહી ગયા કે “દહેજનો સામાન” ના સામે લખ્યું હતું, “આ કામ પરમાત્માનું છે, પરમાત્મા જાણે !” કાંપતી અવાજમાં વૈદજી બોલ્યા, કૃષ્ણલાલજી !

વિશ્વાસ કરજો કે આજ સુધો એવું થયું નથી કે પત્નીએ ચિઠ્ઠી પર આવશ્યક્તા લખી હોય અને પરમાત્માએ તે જ દિવસે તેની વ્યવસ્થા ન કરી દિધી હોય ! આપની વાત સાંભળીને તો એવું લાગે છે કે ક્યા દિવસે મારી શ્રીમતી શું લખવા વાળી છે અન્યથા આપનાથી એટલા દિવસ પહેલા જ સામાન ખરીદવા આરંભ ન કરાવી દિધો હોત પરમાત્માએ !! વાહ પ્રભુ વાહ ! તું મહાન છે, તું દયાવાન છે !!! હું હેરાન છું કે તે પોતાનો રંગ કેવો કેવો દેખાડે છે !!!

વૈદજીએ આગળ કહ્યું, સવારે ઉઠીને ઉંઘમાંથી ઉઠાડવા બદલ પરમાત્માનો આભાર માનો, સાંજે સારો દિવસ પસાર થયાનો આભાર માનો, અને રાત્રે સૂતા સમયે તેનો આભાર માનો.

આગળ મોકલશો તો બીજાઓ પણ વાંચી અનુમોદના કરી શકશે. આટલી સુંદર પ્રેરણા સભર વાત જેમણે પણ લખી છે તેમને દિલથી અભિનંદન. મોકલનારનો દિલથી આભાર.

– સાભાર અનિરુદ્ધ ગઢવી (અમર કથાઓ ગ્રુપ)