પુર આવ્યું ત્યારે એક માણસ બોલ્યો ભગવાન મને બચાવવા આવશે, જાણો શું ખરેખર ભગવાન આવ્યા.

0
492

ઘણા લોકો ભાગ્યના ભરોસે બેસી રહે છે. તે વિચારે છે કે ભાગ્યમાં જે હશે તે થશે, પણ તે એ ભૂલી જાય છે કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કર્મ કરવાનો સંદેશ આપ્યો છે એટલે કે કોઈ પણ મુશ્કેલી માંથી નીકળવા માટે પ્રયત્ન તમારે જાતે જ કરવો પડે છે.

મુશ્કેલીઓ જીવનમાં આવતી રહે છે. આપણે તેમાંથી નીકળવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. મુશ્કેલી દુર કરવી કે ન કરવી ભગવાનના હાથમાં છે. આજે અમે તમને એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે ભગવાન કે ભાગ્યના વિશ્વાસે ન બેસી રહો અને તમારું કાર્ય સતત કરતા રહો. ત્યારે તમને સફળતા મળશે.

જયારે પુરના પાણીમાં ડૂબી ગયું ગામ :

એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો. તે દિવસ રાત ભગવાનના મંત્રોના જાપ કરતા અને પૂજા પાઠમાં વ્યસ્ત રહેતા હતા. તે ભગવાન ઉપર ખુબ જ વધુ વિશ્વાસ કરતા હતા.

એક વખત તેના ગામમાં અતિશય વરસાદ આવ્યો, તો પાસેની નદીમાં પાણી ઘણું વધી ગયું. પુર જોઇને ગામના લોકો સુરક્ષિત સ્થાન ઉપર જવા માટે નીકળવા લાગ્યા. તે સમયે ભક્તે વિચાર્યું કે જ્યાં સુધી ભગવાન પોતે મને બચાવવા નહિ આવે હું આ ગામ છોડીને ક્યાય નહિ જાઉ.

ગામના કેટલાક લોકો તેની પાસે ગયા અને કહેવા લાગ્યા ભક્ત રાજ નદીનું પાણી ગામમાં આવી ગયું છે, ભીષણ પુર આવી ગયું છે. તમે અમારી સાથે સુરક્ષિત સ્થાન ઉપર ચાલો.

ભક્તે લોકોને કહી દીધું કે મને ભગવાન ઉપર વિશ્વાસ છે, તે તેના ભક્તને કાંઈ થવા નહિ દે. તે સ્વયં મને બચાવવા આવશે.

પ્રતીકાત્મક ફોટા

લોકો તેની વાત સાંભળીને આગળ વધી ગયા. થોડી વાર પછી નદીનું પાણી તેના ઘર સુધી આવી ગયું. ત્યારે એક વ્યક્તિ હોડી લઈને તેની પાસે આવ્યો અને કહ્યું ભક્તરાજ જલ્દી કરો પુરનું પાણી કોઈ પણ સમયે તમારા ઘરને તાણીને લઇ જઈ શકે છે. તરત આ હોડીમાં બેસીને સુરક્ષિત સ્થાન તરફ ચાલો. તે નાવ વાળા વ્યક્તિને પણ ભક્તે એ જ કહ્યું કે ભગવાન જ મને બચાવવા આવશે.

થોડા સમય પછી પાણી ઘણું વધી ગયું. ત્યારે તેને એક મોટા ઝાડનુ થડ તરતું જોવા મળ્યું, પણ તેણે એ થડની મદદથી પણ જીવ બચાવવાનો પયત્ન ન કર્યો.

હવે તે ભગવાનના મંત્રોના જાપ કરવા લાગ્યો અને ડરવા લાગ્યો. તે ભગવાનને યાદ કરીને વારંવાર કહી રહ્યો હતો કે ભગવાન તમારા ભક્તને બચાવી લો. હું તમારો ભક્ત છું, પણ તમે મને બચાવવા માટે નથી આવી રહ્યા.

ત્યારે આકાશવાણીનો અવાજ આવ્યો મેં તને બચાવવા માટે ત્રણ વખત પ્રયત્ન કર્યો છે. મેં જ સૌથી પહેલા ગામના લોકોને તને બચાવવા માટે મોકલ્યા હતા, ત્યાર પછી એક હોડી વાળા બનીને હું પોતે આવ્યો, ત્યાર પછી મેં ઝાડનું મોટું થડ પણ તારી પાસે મોકલ્યું, પણ તે તારી મૂર્ખતાને કારણે જ આ તકોનો ઉપયોગ ન કર્યો.

લાઈફ મેનેજમેન્ટ : જે લોકો યોગ્ય સમયે યોગ્ય તકનો ઉપયોગ નથી કરી શકતા, તે મુશ્કેલીઓ માંથી ક્યારે પણ બહાર નથી નીકળી શકતા. એટલા માટે તકોને ઓળખો અને યોગ્ય નિર્ણય કરી લેવો જોઈએ.