“ઈશ્વર તું પણ, છે વિજ્ઞાની” – આ ભજનમાં ઈશ્વરના ચમત્કારોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, વાંચવાનું ચૂકશો નહીં

0
448

ઈશ્વર તું પણ, છે વિજ્ઞાની

પથ્થર અંદર જીવ જીવે ને

બંધ શ્રીફળમાં પાણી

ઈશ્વર… ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !

જવાબ દેને… જવાબ દેને, પોલા નભમાં

સૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશે…

સૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશે…

જનની ના ઉદરમાં, જીવ જીવે એ વાયુ ક્યાંથી લેતો હશે

તું સર્જાવે, તું સંહારે પણ

રાખે નહિ નિશાની

ઈશ્વર…. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !

પય પાન માટે, જાદુગર તે

લો હીનું દૂધ બનાવ્યું જ રામ…

લો હીનું દૂધ બનાવ્યું

કયે કર્મે આ જીવ અવતરે

એ તો ના સમજાયું જ રામ

કોને બંધન આમાં કોને મુક્તિ

વાત રાખે છે છાની

ઈશ્વર… ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !

પથ્થર અંદર જીવ જીવે ને

બંધ શ્રીફળમાં પાણી

ઈશ્વર… ઈશ્વર તું પણ છે વિજ્ઞાની !