જાણો દેવી સરસ્વતીનો જન્મ કઈ જગ્યા પર થયો હતો? અહીંથી થઈ હતી મહાભારત અને વેદોની રચના.
તમે ઘણા સમયથી ઉત્તરાખંડના જોશીમઠ વિશે સાંભળતા અને વાંચતા હશો. આ વિસ્તાર દેવી સરસ્વતીના જન્મની કથા સાથે જોડાયેલો છે. અને હા, અહીંથી માત્ર 50 કિલોમીટર દૂર તમને ભારતનું છેલ્લું ગામ પણ જોવા મળશે. એવી માન્યતા છે કે મહાભારત કાળના અંતમાં પાંડવો અહીંથી સ્વર્ગમાં ગયા હતા. ભીમે અહીં નજીકમાં જ દ્રૌપદી માટે સેતુ (પુલ) પણ બનાવ્યો હતો. આ પુલની નીચેથી સરસ્વતી નદીની ધારા વહે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. મહર્ષિ વ્યાસે આ ધારામાં સ્નાન કરીને વેદો અને મહાભારતની રચના કરી હતી.
જાણો ભીમ પુલ વિશે :
તમે અહીં જોશો કે સરસ્વતી નદી પર કુદરતી રીતે પથ્થરનો પુલ બનેલો છે. તેને ભીમ પુલ કહેવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર, જ્યારે પાંડવો દ્રૌપદી સાથે સ્વર્ગમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમણે રસ્તામાં આ નદી જોઈ હતી. આવી સ્થિતિમાં દ્રૌપદી આરામથી નદી પાર કરી શકે એટલા માટે ભીમે અહીં એક મોટો પથ્થર રાખ્યો હતો. તમે અહીં નદીની નજીક 20 ફૂટ લાંબા પગના નિશાન પણ જોઈ શકો છો. કહેવાય છે કે આ ભીમના ચરણ છે.
મહર્ષિ વ્યાસે અહીં ગીતાની રચના કરી હતી :
મહર્ષિ વ્યાસે આ ગુફામાં જ વેદ અને ગીતાની રચના કરી હતી. આ કારણે જ આ ગુફા વ્યાસ પુસ્તક તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો પછી પુસ્તક પથ્થરમાં ફેરવાઈ ગયા.
મહાભારતની રચના અહીંથી થઈ હતી :
અહીં તમે જોશો કે વ્યાસ ગુફાથી થોડે દૂર ગણેશ ગુફા છે. એવી માન્યતા છે કે મહર્ષિ વ્યાસે પોતાની ગુફામાંથી ભગવાન ગણેશને આ ગુફામાં મહાભારત સંભળાવ્યું હતું, ત્યારબાદ ગણેશજીએ તેની રચના અહીં કરી હતી.
દેશની છેલ્લી દુકાન :
અહીં માણા નામનું ગામ છે, જ્યાં તમને ભારતની છેલ્લી ચા ની દુકાન જોવા મળશે. આ દુકાનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.