કેવા પુરુષો માટે ઘર કરતા જંગલમાં રહેવું સારું હોય છે, ચાણક્યએ કહી છે ઘણી મોટી વાત.

0
219

આવા પુરુષોએ ઘરની જગ્યાએ જંગલમાં જતા રહેવું જોઈએ, જાણો ચાણક્યએ આવું કેમ કહ્યું છે.

આચાર્ય ચાણક્યએ નીતિશાસ્ત્રમાં જીવનના દરેક પાસાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું છે. આ નીતિઓ દ્વારા આચાર્ય ચાણક્યએ માણસને મહત્વપૂર્ણ અને કડક સંદેશ પણ આપ્યા છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓના જોરે એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને મગધનો સમ્રાટ બનાવ્યો હતો. તેમણે જીવનના વિવિધ પાસાઓ જેવા કે અંગત જીવન, નોકરી, ધંધો, સંબંધો, મિત્રતા, દુશ્મન વગેરે પર પોતાના મંતવ્યો પોતાના નીતિશાસ્ત્રમાં જણાવ્યા છે.

ચાણક્યની નીતિઓ દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાનું જીવન સારું બનાવી શકે છે. એટલું જ નહીં, આચાર્ય ચાણક્યની નીતિઓ એટલી અસરકારક છે કે આજે પણ તે વ્યક્તિને કોઈપણ પરેશાની કે મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આચાર્ય ચાણક્ય અનુસાર, કેટલાક સંબંધો ખૂબ જ નાજુક હોય છે, તેમાંથી એક સંબંધ છે કોઈપણ પુરુષનો તેની માતા અને પત્ની સાથેનો સંબંધ.

આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ પત્ની અને માતા બંનેનું સન્માન અને પ્રેમ જાળવી રાખે છે તે જ સુખી જીવન જીવી શકે છે. આચાર્ય ચાણક્યએ એક શ્લોકમાં જણાવ્યું છે કે કેવા પ્રકારના લોકોએ ઘર છોડીને જંગલમાં રહેવા જતા રહેવું જોઈએ.

શ્લોક

માતા યસ્ય ગૃહે નાસ્તિ ભાર્યા ચાપ્રિયાવાદિની ।

અરણ્યં તેન ગન્તવ્યં યથારણ્યં તથા ગૃહમ્ ॥

શ્લોકનો અર્થ :

આચાર્ય ચાણક્યએ આ શ્લોકમાં સ્ત્રીઓની ઘરમાં હાજરીનું મહત્વ જણાવ્યું છે. આચાર્ય ચાણક્ય અનુસાર, સ્ત્રીનું ઘરમાં હોવું ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ ઘરમાં બાળપણથી યુવાની સુધી એક માતા વ્યક્તિને સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે. માતા વિના ઘર ઉજ્જડ બની જાય છે. જ્યાં માતા ન હોય એવા ઘર કરતાં વ્યક્તિ જંગલમાં જતો રહે તે વધુ સારું છે જ્યાં તે પ્રકૃતિની ગોદમાં આરામનો અનુભવ કરી શકે.

આચાર્ય ચાણક્યએ જીવનમાં પત્નીની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે જો ઘરમાં માતાની હાજરી ન હોય તો સૌમ્ય સ્વભાવની પત્ની પણ ઘરમાં શાંતિ સ્થાપે છે. પરંતુ જો તમારી પત્ની વાત-વાત પર ક્લેશ કરે છે અથવા તો ઝઘડો કરવા વાળી છે, જેમની પત્નીમાં કુટુંબને સાથે રાખવાની લાગણી ન હોય, તેવા ઘરમાં રહેવાને બદલે જંગલમાં જતા રહેવું.

જો આજના પરિપ્રેક્ષ્યમાં આચાર્ય ચાણક્યની આ વાતની વાત કરીએ, તો વ્યક્તિએ જ્યાં માનસિક શાંતિ અને સુખ મળે ત્યાં રહેવું જોઈએ. પછી ભલે તે જંગલ કેમ ન હોય. ઘર ત્યાં સુધી જ રહેવા યોગ્ય છે જ્યાં સુધી તેમાં શાંતિ અને સંવાદિતા હોય.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.