પ્રેમ માટે ઘરેથી ભાગી જનાર છોકરીઓ માટે એક સુંદર સંદેશ, સમય કાઢીને અચૂક વાંચજો.

0
2671

“પપ્પા રાજ ખુબ જ સારો છોકરો છે, હું તેની સાથે જ લગ્ન કરીશ… નહિતર…”

દીકરાના મોં માંથી આવા શબ્દો સાંભળી પિતા તો એક ક્ષણે સુન્ન થઇ ગયા. પછી સામાન્ય થઈને બોલ્યા : “સારું પણ પહેલા હું તારી સાથે મળીને તેની પરીક્ષા લેવા માંગુ છું, ત્યારે જ તારા લગ્ન રાજ સાથે થશે. જણાવ તું સંમત છે?

દીકરી ખુશ થઈને બોલી : “હું સંમત છું. મને રાજથી સારો જીવન સાથી મળી શકશે નહિ. તે દરેક પરીક્ષામાં સફળ થશે. તમે પણ તેનાથી ખુશ થઇ જશો.”

બીજા દિવસે કોલેજમાં મીનલ ઉદાસ મોં લઈને રાજ પાસે ગઈ. રાજ હસતા હસતા બોલ્યો : “શું વાત છે સ્વીટ હાર્ટ? આટલી ઉદાસ કેમ છે? જલ્દીથી સ્માઈલ કરી દે નહીં તો મારો જીવ નીકળી જશે.”

મીનલ અચકાતા સ્વરમાં બોલી : “મજાક નહિ કર, પાપાએ આપણા લગ્ન માટે ના પાડી દીધી છે, હવે શું કરીશું?”

રાજ બોલ્યો : “ના પાડી તેમાં શું થયું, આપણે ઘરેથી ભાગી જશું અને કોર્ટ મેરેજ કરીને પાછા આવી જશું.”

મીનલ તેને વચ્ચે ટોકતા બોલી : “પણ આ બધું કરવા માટે પૈસાની જરૂર પડશે. શું તું મેનેજ કરી લેશે?”

“ઓહ ફક્ત આ જ સમસ્યા છે. હું તારી માટે જીવ પણ આપી શકું છું પણ આ સમયે મારી પાસે પૈસા નથી. થઇ શકે છે કે ઘરેથી ભાગ્યા પછી આપણે કોઈ હોટેલમાં રોકાવું પડશે, જેથી કોઈ આપણને શોધી ન શકે. તું એક કામ કર કે તારી પાસે અને તારા ઘરમાં જે પણ સોનું-ચાંદી અને રોકડ રૂપિયા હોય તે રાત્રે લઇ લેજે અને કાલે કોલેજ આવી જજે આપણે અહીંથી ભાગી જશું. હું પણ થોડા પૈસા લઇ આવવા માટે પ્રયત્ન કરીશ.”

પ્રતીકાત્મક ફોટો

મીનલ ભોળી બનીને બોલી : “પણ આવું કરવાથી મારા અને મારા પરિવારની ખુબ બદનામી થશે.”

રાજ બેદરકારીથી બોલ્યો : “બદનામી તો થયા કરે, તેની ચિંતા તું ન કર.”

એ પછી રાજ બીજું કાંઈ બોલે એ પહેલા જ મીનલ તેના ગાલ પર જોરદાર લા-ફો મા-રે છે અને ગુસ્સામાં બોલે છે, “દરેક વાત પર જીવ આપવાની વાત કરનાર તને એ પણ ખબર નથી કે જેની સાથે તું પ્રેમ કરે છે તેની સાથે આવું પગલું ભરવાથી તેની અને તેના પરિવારની કેટલી ઈજ્જત જશે. તું એક વાત જાણી લે કે, હું તે આંધણી પ્રેમિકા નથી જે પિતાની ઈજ્જતને બદનામ કરે, મજા-મસ્તી કરતી ફરે, ઘરેથી ભાગી જવા પર મારા કયા સપના સાચા થઇ જશે.

અને મારા ભાગી ગયા પછી બદનામીના ભયથી મારા પિતા કાંઈ કરી લે તો હું કોને મોઢું બતાવવા જઈશ? હું મારા પિતાની ઈજ્જતના ધજાગરા ઉડાવીને તારી સાથે ભાગી જઈશ તો સમાજ અને પિયર તરફ મારી કોઈ ઈજ્જત રહેશે નહીં. અને જો તારા કે તારા પરિવાર તરફથી મને કોઈ તકલીફ થાય તો મારે કોની જોડે મદદ લેવા જવાની?”

રાજ ગુસ્સે થઈને મીનલને લા-ફો મા-ર-વા જઈ રહ્યો હતો ને એટલામાં પાછળથી તાળીઓનો અવાજ આવા લાગ્યો. રાજે પાછળ ફરીને જોયું પણ તે કોણ છે તે જાણી ન શક્યો.

એટલામાં મીનલ ભાગીને તેમને ભેટી પડી અને આંસુ લૂછતાં બોલી : “પપ્પા મને માફ કરજો, મારાથી ભૂલ થઇ ગઈ. તમે સાચું કહી રહ્યા હતા. રાજ મારા લાયક નથી. આ પ્રેમ નથી ફક્ત એક જાળ છે જેમાં હજારો છોકરીઓ ફસાય છે અને આખી જીંદગી પસ્તાય છે.”

મીનલના પિતાએ રાજને લા-ફો મા-ર-તા કહ્યું  “આજ સુધી મેં મારી દીકરીને લા-ફો મા-ર-વા-નું વિચાર્યું પણ નહોતું અને આજે તું તેને મા-ર-વા જઈ રહ્યો હતો. તું મારી દીકરીની આસપાસ ફરતો નહિ. તને ખબર નથી કે એક દીકરીનો બાપ શું કરી શકે છે.”

રાજ કાંઈ બોલ્યા વિના ઘરે જતો રહે છે અને મીનલના પિતા ખુશી ખુશી તેને કોલેજમાં ક્લાસ સુધી મૂકી આવે છે.