આ જન્મતારીખ વાળાને આ અઠવાડિયામાં મળશે શુભ સમાચાર, વરદાન સમાન સાબિત થશે સાત દિવસ.

0
896

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંક જ્યોતિષથી પણ લોકોના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિષે જાણી શકાય છે. જે રીતે દરેક નામ મુજબ રાશી હોય છે તે રીતે દરેક અંક મુજબ અંક જ્યોતિષમાં નંબર હોય છે. અંકશાસ્ત્ર મુજબ તમારા નંબર કાઢવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષને એકી અંક સુધી જોડો અને ત્યારે જે સંખ્યા આવશે, તે તમારો ભાગ્યાંક હશે. ઉદાહરણ તરીકે મહિનાની 2, 11 અને 20 તારીખના રોજ જન્મેલા લોકોનો મૂળાંક 2 હશે. જાણો કેવું રહેશે આવતું અઠવાડિયું (3-9 જાન્યુઆરી).

મૂળાંક 1 – આ અઠવાડિયે પૈસા ન ફસાય તો જ તમે ફાયદામાં રહેશો, સાવચેત રહેવાની વધુ જરૂર છે. કોઈ નવું કામ શરુ કરતા પહેલા સાવચેત રહો. તકલીફો સામે આવી શકે છે. કાર્યક્ષેત્રમાં ફેરફાર સંભવ છે. વિદ્યાર્થી છો તો તમને રમત ગમતમાં મોટી સફળતા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબુત બની શકે છે, કુટુંબ સાથે સ્નેહ વધી શકે છે.

મૂળાંક 2 – આ અઠવાડિયે તમારા લેવામાં આવેલા નિર્ણય વધુ લાભ આપશે, જુના અટકેલા કામ પૂર્ણ થશે. ધન લાભ થઇ શકે છે, લોકોનું ઉધાર પણ ચૂકવશો. ઓફીસમાં અધિકારીઓ સાથે સારું રહેશે, આનંદમય વાતાવરણ રહેશે. તમારી ઉપર કેસ કરવામાં આવી શકે છે, સમજી વિચારીને ચાલો. ઓફીસમાં કામમાં વધારો રહેશે.

મૂળાંક 3 – આ અઠવાડિયે સંપત્તિના વેપાર વગેરેથી લાભ થશે. આ સફળતાનું અઠવાડિયું છે, જે ધારશો તે કામ પુરા થવાના યોગ છે. તમને ભાગીદારથી ફાયદો થશે. રોજીંદા કામ ફાયદો આપવા વાળા હશે. મનમાં ગડમથલ ચાલતી રહેશે. કૌટુંબિક સમસ્યાઓનું સમાધાનની તક મળશે. ઓફીસમાં માન સન્માનમાં વધારો થશે, અધિકારી ખુશ રહેશે. તમને આર્થિક લાભ થવાની આશા છે. તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે.

મુલાંક 4 – આ અઠવાડિયું ભાગ્ય સાથે રહેશે, અટકેલા પૈસા પાછા મળશે, આ અઠવાડિયુ તમારા માટે શુભ રહેશે. બીમારી વગેરે વિષે જલ્દી જાણ થશે પણ વહેલી તકે જ છુટકારો મેળવી લેશો. કોઈ નવી યોજના બનશે, જે ભવિષ્યમાં લાભદાયક રહેશે. તમારી ગાડી હોવા છતાં પણ તમારે બીજાના વાહનનો ઉપયોગ કરવો પડશે. સૌથી મહત્વની વાત એ છે કે તમારે આરોગ્યને લગતી સમસ્યાઓ આવી શકે છે, જેનાથી તમે સુસ્ત થઇ શકો છો.

મૂળાંક 5 – આ અઠવાડિયે સાવચેતીની ખાસ જરૂર છે, નકારાત્મક વિચાર પરેશાન કરી શકે છે. બચત કરેલા ધનમાં ઘટાડો આવી શકે છે અને ધનની સમસ્યા પણ ઉભી થઇ શકે છે. ધ્યાન આપો ક્યાંક નકામી વાતોમાં ક્યારે પણ ન પડો. કોઈ શુભ સમાચાર મળી શકે છે. કુટુંબ સાથે ક્યાંક ફરવા માટે બહાર જઈ શકો છો. ઓફીસમાં માન સન્માનમાં વધારો થશે, અધિકારી પ્રસન્ન રહેશે.

મૂળાંક 6 – આ અઠવાડિયે કોઈ ચિંતા માંથી મુક્તિ મળી શકે છે, તમારી આર્થિક સ્થિતિમાં ફેરફાર થઇ શકે છે. કોઈ પ્રવાસ ઉપર જવું પડશે, બચત કરેલા ધનમાં ઘટાડો થશે. અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. તમારી આર્થીક સ્થિતિ આમ તો સારી રહેશે, પણ કોઈ પણ કાર્ય ખુબ સાંભળીને કરો. તમે જમીન મકાનના સોદા કરી શકો છો, ખરીદ વેચાણમાં તમને લાભ થઇ શકે છે.

મૂળાંક 7 – મહેનત પૂરે પૂરી થશે પણ ફળ તે મુજબ નહિ મળે. આ અઠવાડિયે શાંતિ અને ધીરજ રાખવાની જરૂર છે. આમ તો કોઈ જુના અટકેલા કામ પુરા થશે. વેપારમાં લાભ થશે. પાછળથી ધન કમાવાનું વિચારો. કોઈ પણ કામની સારા અને નરસા પાસાને ઓળખ્યા વગર કોઈ પણ કામ ઉતાવળમાં ન કરો.

મૂળાંક 8 – આ અઠવાડિયે જમીન અને પ્રોપર્ટીના કામ માંથી ધન લાભ થશે. નવી યોજનાઓ બનશે પણ પૂરી નહિ થઇ શકે. આમ તો આ અઠવાડિયું તમારા માટે સારું છે. અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. આ અઠવાડિયે વેપારની ગણતરીએ સારું છે પણ લેવડ દેવડમાં સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે.

મૂળાંક 9 – આ અઠવાડિયે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેશો. નુકશાન થઇ શકે છે. ક્યાંક બહાર ફરવા જવાનું થઇ શકે છે. વેપારમાં નવા લોકો સાથે મુલાકાત થશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. કુટુંબ સાથે ક્યાંક તીર્થ સ્થાન ઉપર જવાની તક મળી શકે છે. વિદ્યાર્થી છે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની સંભાવના છે.