ગોપાલ મારો પારણીયે ઝુલે રે,
ઝુલાવે યશોદામૈયા ગોરી,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે……..
કાનુડાને પારણીયે ટહુકે છે કોયલ,
કાનુડાને પારણીયે બેઠા પોપટીયા,
કાનુડાને પારણીયે નાચે છે મોરલા,
કાનુડાને પારણીયે મોતીઓની માળા,
કાનુડાને પારણીયે હીરની છે દોરી,
ઝુલાવે રાધિકારાણી ગોરી રે,
કાનુડાને પારણીયે હીરની છે દોરી,
ઝુલાવે રાધિકારાણી ગોરી રે,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે,
કાનુડા માટે સોનાના બજોઠ મંગાવો,
કાનુડા માટે ચાંદીની કૂંડીઓ મંગાવો,
કૂંડીમાં કેસુડાના જળ તો ભર્યા રે,
ગોપાલ મારો નાવણીયા કરે રે,
ગોપાલ મારો પરણીયે ઝુલે રે.