“શ્રી ગોવિંદ દામોદર સ્તોત્ર” ગુજરાતીમાં વાંચો અને તેનો અર્થ પણ સમજો, તેનો પાઠ કરીને શ્રીહરીની કૃપા મેળવો.

0
736

શ્રી ગોવિંદ દામોદર સ્તોત્ર :

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ

જીહવે પિંબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિં

હે જીભ તું શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ હે નારાયણ વાસુદેવ તથા ગોવિંદ દામોદર માધવ એ નામામૃતનું જ પાન કર્યા કર.

વિક્રેતુકામા કિ-લ ગોપકન્યા મુરારિપાદા ર્પિતચિત્તવૃત્તિ

દધ્યાદિકં મોહવશાદ વોચદ ગોવિંદ દામોદર માધવેતિ

જેની ચિત્તવૃત્તિ મુરારિના ચરણકમળમાં ચોંટેલી છે, એવી કોઈક ગોપકન્યા દૂધ ધહીં વેચવાની ઈચ્છાથી ઘરમાંથી નીકળી, એનું મન તો મોરારી પાસે જ હતું, તેથી પ્રેમવશ ભાન ભૂલી જવાથી દહીં લો દહીં ને બદલે જોરથી ગોવિંદ લો દામોદર લો માધવ લો એમ પોકારવા લાગી.

ગુહે ગુહે ગોપવધૂ કદમ્બા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ

પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ

વ્રજના દરેક ધરમાં ગોપીજનો નવરાશ મેળવીને ટોળાંબંધ અન્યોન્ય મળીને એ મનમોહન માધવનાં ગોવિંદ દામોદર માધવ એવા નામો ભણ્યા કરે છે.

સુખમશયાના નિલયેનિજેપિ નામની વિષ્ણો પ્રવદન્તિ-મ-ર્ત્યા

તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિં

પોતાના ઘરમાંજ અને તે પણ સુખે શય્યા પર સૂતેલા જે લોકો હે ગોવિંદ હે દામોદર હે માધવ એવાં વિષ્ણુ ભગવાનનાં પવિત્ર નામોને ભણ્યા કરે છે.

જિહવે સદૈવમ ભજસુંદરાણિ નામાનિ કુષ્ણસ્ય મનોહરાણી

સમસ્તભક્તાર્તિ વિનાશનાનિ ગોવિંદ દામોદર માધવેતિ

હે જીભ તું સર્વદા શ્રીકૃષ્ણચંદ્રના ગોવિંદ દામોદર માધવ એ મનોહર મંજુલ નામોને કે જે ભક્તોનાં સંકટોની નિવૃત્તિ કરનારાં છે તેમને ભજતી રહે.

સુખાવસાને ઈદમેવસારં દુઃખાવસા ને ઈદમેવ જ્ઞેયમ

દેહાવસાને ઈદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ

સુખની સીમામાં એ જ સાર છે દુઃખના અંતમાં એ જ જાણવા યોગ્ય છે અને શરીરના અંતકાળે પણ એ જ મંત્ર જપવા યોગ્ય છે એ શું? તો હે ગોવિંદ હે દામોદર હે માધવ.

શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણો

જિહવે પિબસ્વા મૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ

હે જીવ તું કૃષ્ણ રાધારમણ વૃજરાજ ગોપાલ ગોવર્ધન વિષ્ણો ગોવિંદ દામોદર માધવ – એ નામામૃતનું પાન કરતી રહે.

જિહવે રસજ્ઞે મધુર પ્રિયાત્વં સત્યમ હિંતંત્વાં પરમં વદામિ

આવર્ણયેક્ષા મઘુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ

રસોને ચાખનારી જીભ તને મીઠી વસ્તુ જ ઘણી પ્યારી લાગે છે એટલા માટે હું તારા હિતની એક ઘણી જ સુંદર અને સાચી વાત કહું છું. તું નિરંતર હે ગોવિંદ હે દામોદર હે માધવ એ મધુર મંજુલ નામોની આવૃત્તિ કર્યા કર.

ત્વામેવ યાચે મમદેહિ જિહવે સમાગતે દંડઘરે કૃતાન્તે

વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર માઘવેતિ

હે જીભ, હું તારી પાસે એક ભિક્ષા માંગુ છું તે તું જ મને આપ તે એ જ કે જ્યારે દંડ-પાણી યમરાજ આ શરીરના અંત માટે આવે ત્યારે ઘણા જ પ્રેમથી ગદ્દ ગદ્દ સ્વરે હે ગોવિંદ હે દામોદર હે માધવ એ મધુર નામોનું ઉચ્ચારણ કરજે.