આ ખૂબ જ સુંદર કાવ્ય વાંચીને તમે ગ્રામ્ય જીવનની મીઠી મધુર યાદોમાં ખોવાઈ જશો.

0
939

આવું રુડુ હતું એ આંગણું મારુ હવે છાણ માટીને

ગોરમટે ભીંતે ભુલાણી ભાત નજરુ મારી જોતી

એવી રહી નથી એ ભાત્ય,

ભરત ગુંથણના ટોડલા તેદિ મોર બેઠો કરે ટહુકાર

તોરણીયે ચંદરવો ને રુડે આભલે શોભતુ આંગણું

રહી નથી એ ભાત્ય,

કેવા હતા કસુંબલ કેડીયાને કંદોરા ને ખભે નાંખતા

ખેંસ, ઓઢણીને કાપડું જીમ્મીએ લાગતી રુપાળી

લાગતી નાર રહી નથી એ ભાત્ય,

હાહું વહુવારુ એકલી નોતી ખોબલેયે ખાંડણિયે

હાંબેલે ઓઘાવતી દેરાણી જેઠાણીને નણંદુ દેતી

એવો સાથ રહી નથી એ ભાત્ય,

નિજાનંદ એવી તે ભોમકા ભાતીગળ ભુલો પડતો

ભુધરો ભુલીને ભાન પરોણાગતે હ્વવાણે આંટે

આવતો એ રહી નથી એ ભાત્ય.

નિજાનંદ વિહરતું ને વિચરતું ગામડું

– સાભાર ગોરધનભાઈ સેંજાલીયા.