આ મહાશિવરાત્રી પર કરો આ ગ્રંથનો પાઠ, તમારી સંતાન પ્રાપ્તિની મનોકામના થશે પૂરી.

0
547

જીવનના તમામ પાપકર્મોનો નાશ કરવાની સાથે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે આ ગ્રંથનો પાઠ, પણ આ વાતોનું રાખવું પડશે ધ્યાન.

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાની વિધાન છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહા માસના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથીએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રિ પર વિશેષ સંયોગ બની રહ્યો છે. આપણા દેશમાં એવી માન્યતા છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવી વિશેષ ફળદાયી હોય છે. કહેવાય છે કે આ દિવસે શિવપુરાણનો પાઠ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.

એવી પણ માન્યતા છે કે આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે શિવપુરાણનો પાઠ કરવાથી લાભ થાય છે. પરંતુ શિવપુરાણનો પાઠ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ શિવપુરાણ સાથે જોડાયેલી આ સાવચેતીઓ.

શિવપુરાણનો પાઠ કરતી વખતે આ સાવચેતી રાખો :

એક ધાર્મિક માન્યતા છે કે શિવપુરાણનો પાઠ કરવા અથવા સાંભળવા પૂર્વે મન અને શરીરને શુદ્ધ કરવું જરૂરી છે. સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ભગવાન શિવ પ્રત્યે સાચી શ્રદ્ધા રાખો. મનમાં કોઈના પ્રત્યે નફરત ન રાખો.

એવું માનવામાં આવે છે કે, પાઠ દરમિયાન કોઈની ટીકા કે નિંદા કરવાથી પાઠનો પૂરો લાભ મળતો નથી. આ સમય દરમિયાન શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાઓ.

આ સમયગાળા દરમિયાન તામસિક પદાર્થોનું સેવન પ્રતિબંધિત હોય છે. એવું માનવામાં આવે છે કે, શિવપુરાણ દરમિયાન વ્યક્તિએ કોઈપણ પાપ કર્મથી બચવું જોઈએ. કોઈનું દિલ ન દુભાય તેનું પણ ધ્યાન રાખો.

સંતાન પ્રાપ્તિની ઈચ્છા થાય છે પૂરી : શાસ્ત્રોમાં શિવપુરાણને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. આમાં શિવનો મહિમા ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે તેનો પાઠ કરવાથી કે સાંભળવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. આ સાથે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર સાધકોની મનોકામના પણ પૂરી થાય છે. દામ્પત્ય જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે પણ શિવપુરાણનો પાઠ કરવામાં આવે છે. તેનાથી જીવનના તમામ પાપકર્મોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.