મહાન પુરુષો ક્યારેય નથી કરતા આ એક વસ્તુની ફરિયાદ, જાણો શું જણાવે છે જયા કિશોરી.

0
572

જયા કિશોરીએ જણાવી ખાસ વાત, કહ્યું કોઈપણ મહાન વ્યક્તિ આ એક વાતની ફરિયાદ કરતા નથી.

જયા કિશોરી ‘નાની બાઈ રો માયરા’ અને ‘શ્રીમદ્દભાગવત કથા’ માટે દેશ-વિદેશમાં જાણીતી છે. સાથે જ તેમણે મોટિવેશનલ સ્પીકર અને લાઈફ મેનેજમેન્ટ ટિપ્સ ઓરેટરના રૂપમાં પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આખી દુનિયામાં જયા કિશોરીના લાખો અનુયાયીઓ છે, જે તેમના વિચારોને ખુબ પસંદ કરે છે અને તેમને ફોલો પણ કરે છે. જયા કિશોરી સમય સમય પર અલગ અલગ વિષયો પર પોતાના વિચાર શેયર કરતી રહે છે. લોકડાઉનમાં પણ ઘણી વાર જયા કિશોરીજીએ વેબિનાર અને ‘ટૉક ઓન સ્પિરિચ્યુઆલિટી’ (Talk on Spirituality By Jaya Kishori) દ્વારા પોતાના અનુયાયીઓ સાથે વાતચીત કરી અને તેમની જિજ્ઞાસાઓને શાંત કરી.

હાલમાં જ જ્યા કિશોરીજીએ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પ્રોફાઈલ એટલે કે ‘આઈ એમ જયા કિશોરી’ પર પોતાનો એક વિચાર શેયર કર્યો. તેમાં મહાન વ્યક્તિના ગુણો વિષે જણાવવામાં આવ્યું છે. જયા કિશોરી કહે છે કે, કોઈ પણ મહાન વ્યક્તિ અવસરોની અછત માટે ફરિયાદ નથી કરતા.

કહેવામાં આવે છે કે જે લોકો મહાન હોય છે તે ક્યારેય એવી ફરિયાદ નથી કરતા કે, અવસર નહિ મળ્યો નહીં તો તે ઉત્તમ પ્રદર્શન કરી શકતા હતા. જે લોકો મહાન હોય છે, તે અવસરો ન હોવા પર પડકારોને પણ અવસરોમાં બદલી દે છે. જણાવવામાં આવે છે કે, વ્યક્તિની મહાનતા તેમાં જ છે કે તે અવસરોની ફરિયાદ ન કરીને તેની પાસે જે સાધન છે, તેની મદદથી સફળતા પ્રાપ્ત કરે.

જયા કિશોરીજીને એક મોટિવેશનલ સ્પીકરના રૂપમાં ખુબ પસંદ કરવામાં આવે છે. તેમના અનુયાયીઓનું માનવું છે કે, જ્યા કિશોરી લાઈફ મેનેજમેન્ટની સાથે આધ્યાત્મને જોડીને પોતાના વિચાર શેયર કરે છે, તેમના આ વિચારોના માધ્યમથી સમાજને નવી દિશા પ્રાપ્ત થતી રહે છે. જયા કિશોરીજીને યુવા સમાજના વિચારોમાં પરિવર્તન લાવવા માટે ઓળખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, જયા કિશોરીજી ઘણી નાની ઉંમરથી ભજન, કીર્તન અને સત્સંગ વગેરે કરી રહ્યા છે. જયા કિશોરીનો જન્મ એક ગૌર બ્રાહ્મણ પરિવારમાં થયો છે. જાણકારોનું માનીએ તો તેમના પરિવારમાં હંમેશાથી જ ભક્તિભાવનું વાતાવરણ રહ્યું છે. એટલા માટે તેમને પણ બાળપણથી ઈશ્વર પ્રત્યે સ્નેહ રહ્યો છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.