જાણો કેવી રીતે થઇ ગુજરાતના નાગેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના, જાણો તેના રહસ્યો અને કથા.

0
557

પુરાણો અનુસાર શું છે નાગેશ્વર જ્યોતિર્લિંગનું રહસ્ય. ધાર્મિક અને પૌરાણીક દ્રષ્ટિથી સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું યોગદાન ઘણું રહેલું છે. સમસ્ત સિદ્ધીઓને આપવામાં આવતી મહાદેવની આરાધના માત્ર માણસ અને દેવતા જ નહિ પરંતુ વાનર, દૈત્ય, ગંદર્ભ, અસુર, અને કિન્નર પણ કરે છે. શિવ પુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મહાદેવના 12 જ્યોર્તિલિંગોની સ્થાપના કરી કથા સાથે જ કેમ છે તેનું આટલું મહત્વ. આ લેખના માધ્યમથી આપણે નાગેશ્વર જ્યોર્તિલિંગની કથા વિધિપૂર્વક જણાવવાનો પ્રયત્ન કરીશું.

નાગેશ્વર જ્યોર્તિલિંગની પૌરાણીક કથા : નાગેશ્વર જ્યોર્તિલિંગ ગુજરાત રાજ્યના દ્વારકાપૂરીથી 17 માઈલ દુર આવેલ છે. આ જ્યોર્તિલિંગના સંદર્ભમાં શિવ પુરણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત જે ઉલ્લેખ મળે છે તે આ મુજબ છે.

દારુકા નામની એક રાક્ષસી તેના પતિ દારુક સાથે વનમાં રહેતી હતી. કહે છે કે માં પાર્વતીના વરદાનથી તે તેની સાથે તે વનમાં ક્યાય પણ લઇ જઈ શકતી હતી. જેના કારણે તેણે આખા વનમાં ઉત્પાત મચાવી દીધો હતો. તે રાક્ષસીના કૃત્યથી વનમાં નિવાસ કરવા વાળા પ્રાણી, જીવ-જંતુ ઘણી પીડા સહન કરતા હતા.

આ બધા કૃત્યોથી દુઃખી થઇને બધા વનવાસી સહાયતા માટે ઋષિ આર્વ પાસે પહોચ્યા. એટલે ઋષિ આર્વએ તે બંને રાક્ષસોને એવો શ્રાપ આપ્યો કે જો તે બંને રાક્ષસ પૃથ્વી લોક ઉપર હિંસઆ કરશે, તો તે સમયે ભસ્મ થઇ જશે. જયારે દેવતાઓને તેની જાણ થઇ તો તેમણે આ રાક્ષસો ઉપર ચડાઈ કરી દીધું. હવે જો તે બંને રાક્ષસ દેવતાઓ સાથે પૃથ્વી ઉપર સંઘર્ષ કરે છે, તો તે પણ માર્યા જાત અને જો નહિ કરે તો દેવતાઓના હાથે માર્યા જાય. ત્યારે દારુકાએ તેને આખા વનને ઉપાડીને એક સમુદ્ર વચ્ચે સ્થાપિત કરી દીધું અને તેનો જીવ બચાવ્યો.

થોડા દિવસો પછી માણસથી ભરેલી થોડી હોડીઓ સમુદ્ર માંથી થઇને પસાર થઇ રહી હતી. ત્યારે તે બંને રાક્ષસોએ તેમાં બેઠેલા દરેક લોકોને બંદી બનાવી લીધા. તેમાંથી એક સુપ્રિયો નામનો બાળક પણ હતો જે શિવ ભક્ત હતો. તેણે તે કરાવાસમાં જ શિવની સ્તુતિ શરુ કરી દીધી અને બીજાને પણ એમ કરવા કહ્યું. જયારે દારુકને એ વાતની ખબર પડી તો તેણે સુપ્રિયોને મારવા માટે વ્રજથી પ્રહાર કર્યો. ત્યારે સુપ્રિયોએ ભગવાન શિવની સ્તુતિ કરી પોતાના ભક્તનો દુઃખી અવાજ સાંભળીને મહાદેવ તે ક્ષણ ત્યાં ઉપસ્થિત થયા. અને ત્યાં ઉપસ્થિત બધા રાક્ષસોનો નાશ કરી દીધો અને તે વનમાં માત્ર પોતાના ભક્તો અને માણસોને જ રહેવાની મંજુરી આપી.

આ દ્રશ્ય જોઈ રાક્ષસ દારુક તેની પત્ની પાસે દોડી ગયો અને તેણે માં પાર્વતીની આરાધના કરવાનું કહ્યું. એટલે રાક્ષસીએ માતા પાર્વતીની પ્રાર્થના કરી કે અમારા આવનારા સંતાનોને આ વનમાં આશ્રય આપવામાં આવે, જયારે પાર્વતીએ મહાદેવને તે વાત ઉપર આગ્રહ કર્યો, તો મહાદેવ માની ગયા. પરંતુ પોતાના ભક્તોના રક્ષણ માટે તે સ્થાન ઉપર લિંગ સ્વરૂપમાં સ્થાપિત થઇ ગયા. મહાદેવનું આ સ્વરૂપ સંસારમાં નાગેશ્વર જ્યોર્તિલિંગના નામથી વિખ્યાત થયું.

આ લેખમાં અમે દ્વારિકામાં આવેલા નાગેશ્વર જ્યોર્તિલિંગની કથાનો સાર વિધિસર જણાવ્યો છે. બીજા જ્યોર્તિલિંગોની સ્થાપના સંબંધિત કથાઓ આગળના લેખમાં વાંચવા મળશે.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.