ઇતિહાસ ના પન્ના માં આ એક એવો રાજવંશ ગૌરવ લઇ શકાય તેવા આધારભુત પુરાવા હોવા છતા સમય ના પ્રવાહ માં વાઘેલા વંશ ના ઇતિહાસ દબાઇ ગયો અથવા જોઇએ તેટલો આ વંશ ને ન્યાય મળી શકયો નથી. પરતુ સંશોધન કરવુ ઇતિહાસ નુ જમા પાસુ છે. સંશોધન માં હમેશા સાચો ઇતિહાસ લોકો સમક્ષ મુકવા માટે આધારભુત માહિતિ મુકવી જરુરી છે.
આ આધાતભુત માહિતી આપણ ને તે સમય નુ સાહિત્યકારો દ્રારા લિખિત ગ્રથો , રાજવંશ ના પ્રાપ્ત થતા શિલાલેખ , દાનપત્રો , તે સમય ના હસ્તપ્રતો , સાચા ઇતિહાસ પ્રકાશ પાડવામાં મદદરૂપ થતા હોય છે. આ બધી માહિતિ સકંલિત કરી બધી માહિતી અહિયા મુકવી સંભવ નથી. પરતુ જેટલી પણ માહિતિ હશે તે આધારભુત અને સંદર્ભ સાથે હશે. આ રાજવંશ ને ન્યાય મળે તે સફળ પ્રયાસ હશે.
વાઘેલા વંશ મુળ સોલંકી (ચાલુકય) રાજવંશ ની મુખ્ય શાખા છે. ગુજરાત પર ચાલુક્ય વંશ ૩૫૦ થી વધુ વરસ નુ શાસન રહયુ. મુળરાજ સોલંકી ગુજરાત ( અણહિલપુર પાટણ) ના સોલંકી વંશ નો સ્થાપક ગણાય છે. મુળરાજ સોલંકી વિક્રમ સંવત ૧૦૧૭ (બીજો પક્ષ વિક્રમ સંવત ૯૯૮) માં પાટણ પર સતા મેળવી. તે પછી ક્રમશ , ચામુડરાજ , વલ્લભરાજ , દુર્લભરાજ , નાગરાજ , ભીમદેવ બાણવાણી , કણદેવ પ્રથમ , સિદ્ધરાજ જયસિહ , કુમારપાળ , અજયપાળ , બાળ મુળરાજ , ભોળો ભીમદેવ , ત્રીભુવનપાળ સુધી ચાલુકય વંશ ની મુખ્ય શાખા સોલંકી વંશ નુ શાસન ગુજરાત પર રહયુ. તે પછી આજ રાજવંશ ની પેટાશાખા વાઘેલા વંશ ગુજરાત ની સતા પર આવયો.
પાટણ સત્તા મેળવયા પૂર્વ ગુજરાત પર વાઘેલા વંશ ના મહામંડલેશ્વર તરીખે મુખ્ય સત્તા ના કેન્દ્ર :-
સોલંકી વંશ ની બીજી શાખા ના વાઘેલા વંશ નુ, સૌ પ્રથમ ધોળકા અને ભીમ પલ્લી (વ્યાધ્રપલ્લી ) સયુકત મહામંડલેશ્વર તરીખે સતા નુ મુખ્ય કેન્દ્ર હતુ. ધવળદેવ વાઘેલા સોલંકી (વિક્રમસંવત :- ૧૨૧૬ થી ૧૨૨૭ ધોળકા ની ગાદી પર ) દ્રારા પોતાના નામ પર ઘોળકા નામનુ સુનિયોજીત નગર વસાવયુ. આ નગર ગુજરાત ના પ્રમુખ નગર માં સ્થાન મેળવયુ હતુ. ધવળદેવ સોલંકી અને કાલરી ગઢ નાં સોલંકી સાંમતો ભાયાત થતા હતા.
ધવળદેવ સોલંકી ધોળકા થી ધણીવાર પોતાના ભાયાતો ને મળવા કાલરીગઢ મુકામ કરતા હતા. આજ ભાયાતો નાં વંશજો રાજાવત સોલંકી અને વિરપુરા સોલંકીશાખા તરીખે ઓળખાયા . કીર્તિપાળ ના વંશજો રાજાવત સોલંકી , વિરભદ્રસિંહજી ના વંશજો વિરપુરા સોલંકી તરીખે ઓળખાયા. કીર્તિપાળ ના વશજો કાલરીગઢ અને વિરભદ્રસિંહજી ના વંશજો વિરપુર અને લુનાવાડા પર સતા જમાવી. ધવળદેવ ને આનાજી નામના પુત્ર હતા.
ધવળદેવ વાઘેલા ના પુત્ર અનાજી , અર્ણોરાજ વાઘેલા (વિક્રમ સંવત ૧૨૨૭ થી ૧૨૫૬) :-
અરણોરાજ ને આનાજી , આનાક નામ તરીકે ના ઉલ્લેખ પણ જોવા મળે છે. ધવળદેવ ના પુત્ર અને કુમારપાળ ના માસયાઇ ભાઇ થતા હતા. આનાજી ના નિષ્ઠા ,પરાક્રમ ના કારણે કુમારપાળ દ્રારા ” ભીમ પલ્લી ” (વ્યાધ્રપલ્લી ) મંડળ જાગીર મળયુ હતુ. ધોળકા અને વ્યાધ્રપલ્લી વાઘેલા મંડલેશ્વરો ના સતા ના કેન્દ્ર બનયા. આ વ્યાધ્રપલ્લી ગામ હાલનુ વાઘેલ ગામ પાટણ થી ૧૦ માઇલ હારિજ પાસે આવેલુ છે. સોમેશ્વર કૃત ” આબુ પ્રશસ્તિ ” માં ઉલ્લેખ મળે છે. ચૌલુક્ય વીરો ના વંશ માં તેમની શાખાના તિલકરુપ અરણોરાજ વિખ્યાત એક તેજસ્વી પુરુષ પેદા થયો. અરણોરાજ એ વાઘેલા વંશ ને ઓળખ આપનાર અને સ્થાપક કહયો છે. અરણોરાજ ના પત્ની નુ નામ સલક્ષણાદેવી હતુ .
અર્ણોરાજ વાઘેલા એ કરેલા યુ ધો :
અરણોરાજ વાઘેલા વિશે માહિતી આપતી ઇડર મુરલીધર મુરલીધર મંદિર લેખ માં નોધ પ્રમાણે સૌરાષ્ટ્રમાં પ્રદેશો પર યુ ધકરી વિજય મેળવયા હતા . ડભોઇ વૈદ્યનાથ મંદિર ની પ્રશસ્તિ પ્રમાણે ગુહિલવંશ ના રણસિહ ગુહિલ ને હરાવયો હતો. આ રાજા કુમારપાળ સમકાલિન હતો. રણસિહ ગુહીલ વિક્રમ સંવત ૧૨૧૦ થી ૧૨૩૦ શાસન સમય હતો. તે સમય ની ધટના બની હોય શકે કારણ કુમારપાળે ચિતોડ પર વિજય મેળવયા ના લેખો ચિતોડગઢ કિલ્લા માંથી અને કિરાડુ ના લેખો માં પણ કુમારપાળ વિજય યાત્રા ઉલ્લેખ મળે છે.
આ યુ ધમાંકુમારપાળ સાથે રહી અરણોરાજ વાધેલા પોતાનુ પરાક્રમ બતાવયુ હતુ. કુમારપાળ વિજયયાત્રા માં આ યો ધાનો મોટો હાથ હતો. તે આ લેખો દ્રારા સ્પષ્ટ થાય છે. આજ પરાક્રમ ના કારણે જ કુમારપાળે અર્ણોરાજ ભીમપલ્લી ની જાગીર આપી હોય. અરણોરાજના પુત્ર લવણ પ્રસાદ જ્યારે જન્મ થયો ત્યારે કુમારપાળે તેનું ભવિષ્ય ભાખતાં કહ્યું હતું. તમારો પુત્ર તમાર જેવો પરાક્રમી ગુજરાત નો રક્ષક “સર્વેશ્વર” બનશે.
કુમારપાળ પછી પણ અજયપાળ જયારે પાટણ ની ગાદી પર આવયા. તે સમયે અરણોરાજ પાટણ પ્રત્યે નિષ્ઠા બતાવી હતી. આ યો ધા યુ ધમાજ વિર ગતી પામતા પહેલા પોતાના પરાક્રમી પુત્ર લવણપ્રસાદજી વાઘેલા ને પાટણ પ્રત્યે વફાદાર અને તેની રક્ષા કરવાનુ વચન લીધુ હતુ. આમ ઇતિહાસ પન્ના માં અરણોરાજ વાઘેલા એ કરેલા યુ ધોઅને તેમના પરાક્રમ નો ઉલ્લેખ જોવા મળે છે . છતા ખાસ નોધ ન લેવાતા ઇતિહાસ પન્ના માં ગુમ થયેલા આ યો ધાને નાનો લેખ લખી ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. આવતા લેખ માં તેમના પુત્ર લવણપ્રસાદજી વાઘેલા વિશે માહિતી મુકશુ. આભાર જય માઁ વાઘેશ્વરી, જય સોમનાથ દાદા.
માહિતિ સંદર્ભ સ્ત્રોત : સોમેશ્વર કૃત કીર્તિ કૌમુદી, ઇડર મુરલીધર મંદિર નો લેખ, ડભોઇ ની વૈદ્યનાથ મહાદેવની પ્રશસ્તિ, ગૌરીશંકર ઓઝા કૃત રાજસ્થાનનો ઇતિહાસ. ગુજરાત ના ઐતિહાસિક લેખો.
નોધ :- અરણોરાજ વાઘેલાનુ ચિત્ર કાલ્પનિક છે.
– સાભાર નિલેશ ભેંસાણિયા (અમર કથાઓ ગ્રુપ)