આ આર્ટિકલ વાંચીને તમને ખબર પડશે કે આપણી ગુજરાતી ભાષા કેટલી નિરાળી છે.

0
639

ગુજરાતી ભાષાની કમાલ.

કોઈના પર ‘દયા’ કરી હોય તો ‘યાદ’ ન રાખો.

શાળામાં ‘સર’ છે પણ ભણવામાં ‘રસ’ નથી.

દરજી સરખા અંતરે ‘જગા’ રાખી ‘ગાજ’ કરે છે.

‘ભલા’ કામ કરનારને હંમેશા ‘લાભ’ થાય છે.

‘લોભ’ વૃત્તિ ધરાવનાર કદી ‘ભલો’ નથી હોતો.

‘જામ’ હોય તો સૌ કોઈને ‘મજા’ પડી જાય.

‘વાદ’ કરો તો પછી ‘દવા’ ની જરૂર પડે.

વ્યસન ‘તજી’ દેવામાં જ તમારી ‘જીત’ થશે.

‘લોન’ એટલે ‘ન લો’.

– સાભાર ઉષા ચોટલીયા (અમર કથાઓ ગ્રુપ)