“કિંમત” વિષય પર બનાવવામાં આવેલી આ કવિતા તમારી આંખો ખોલી દેશે.

0
581

લેશે જરૂર દુનિયા , અહેસાન ની કિંમત,

વસૂલશે , પ્રત્યેક એ મુસ્કાન ની કિંમત.

લીલુડી ધરતી ના, એ મોલ લે , તો ઠીક છે,

લગાવશે એ , નીલા આસમાન ની કિંમત.

પ્રેમ , લાગણી કે હોંશ ને, એ જાણતી નથી,

ચૂકવવી પડશે મનનાં , અરમાન ની કિંમત.

ઇન્સાન કે ઇન્સાનિયત નો , એને ખપ નથી,

લગાવી દે છે એ તો , ભગવાન ની કિંમત.

ગૂંથે છે સંબંધો ની , એ આંટીઘૂંટીઓ,

વધી છે આ સમય માં ,’પહેચાન’ ની કિંમત.

જે સ્વાર્થ સાધી આપે , એને જ નમન છે,

‘ફરિશ્તા’ થી ગણે વધુ , શૈતાન ની કિંમત.

ઉગાર આ વિષ-ચક્ર થી , વરદાન દે પ્રભુ,

તું તો હવે કર, તારા સંતાન ની કિંમત.

ઓમપ્રકાશ વોરા, ચાંદખેડા, અમદાવાદ.