કેટલાને યાદ છે સ્કૂલમાં ભણાવવામાં આવતી કવિતા ‘શેરીએ આવે સાદ’, અહીં વાંચો રાજેન્દ્ર શાહની અદ્દભુત રચના.

0
2759

શેરીએ આવે સાદ (અમરકાવ્યો)

કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ,

હાલ્યને આંબાવાડીએ, હજી પોરની તાજી યાદ.

પાંદડુંયે નહિ પેખીએ એવો

ઝૂલતો એનો મોર.

કોઈને મોટા મરવા અને

કોઈને છે અંકોર

ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ.

કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ,

ઘરનું નાનું અંગણું,

ગમે મોકળું મોટુ વન:

કોઇનોયે રંજાડ નહિ ને

ખેલવા મળે દન.

હાલીયે ભેરુ, કાયર જે કોઈ હોય તે રહે બાદ;

કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ.

– કવિ રાજેન્દ્ર શાહ.