મહા ગુપ્ત નવરાત્રી 2022 : આજથી શરૂ થઇ રહી છે ગુપ્ત નવરાત્રી, જાણો કેવી રીતે કરવી માં દુર્ગાની પૂજા.

0
651

ગુપ્ત નવરાત્રીમાં આ રીતે કરો માં દુર્ગાને પ્રસન્ન, મેળવો તેમના આશીર્વાદ.

હિન્દુ ધર્મમાં ચૈત્ર અને શારદીય નવરાત્રીને મુખ્ય રૂપથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ નવરાત્રિ સિવાય મહા અને અષાઢ મહિનામાં પણ નવરાત્રી આવે છે, જેને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, 2 ફેબ્રુઆરી 2022, બુધવારથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ દરમિયાન 10 મહાવિદ્યાઓ માં કાલી, તારા દેવી, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, માતા છિન્નમસ્તા, ત્રિપુરા ભૈરવી, માં ધ્રુમાવતી, માં બાંગ્લામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે.

આ શુભ દિવસોમાં ઉજવાશે ગુપ્ત નવરાત્રિ : જ્યોતિષના મતે આ વર્ષે ગુપ્ત નવરાત્રિ રવિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે. એવું માનવામાં આવે છે કે આ યોગોમાં માં દુર્ગાની પૂજા કરવાથી અનેકગણું ફળ મળે છે.

મહા ગુપ્ત નવરાત્રી કળશ સ્થાપના દિવસ અને શુભ સમય આ રહ્યા :

2 ફેબ્રુઆરી 2022, બુધવારથી મહા ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે, તેથી કળશ સ્થાપના આ દિવસે જ કરવામાં આવશે. કળશ સ્થાપનનો શુભ સમય સવારે 7:10 થી 08:02 સુધીનો છે.

ગુપ્ત નવરાત્રિમાં આ રીતે કરો માં દુર્ગાની પૂજા :

1) ગુપ્ત નવરાત્રિ દરમિયાન મધ્યરાત્રિએ માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે.

2) માં દુર્ગાના ફોટા અથવા મૂર્તિની સ્થાપના કરો અને લાલ રંગનું સિંદૂર અને ચુંદડી ઓઢાળો.

3) આ પછી માં દુર્ગાના ચરણોમાં પૂજા સામગ્રી અર્પણ કરો.

4) માં દુર્ગાને લાલ ફૂલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

5) સરસીયાના તેલનો દીવો પ્રગટાવીને ‘ૐ દું દુર્ગાયૈ નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

આ માહિતી લાઈવ હિન્દુતાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.