જાણો ગુપ્તેશ્વર મહાદેવના ચમત્કારી શિવલિંગ વિષે જે ટોપલાના આકાર જેવું છે અને દર વર્ષે ચોખા જેટલું વધે છે.

0
400

વર્ષો પહેલાની વાત છે…

ગોંડલ તાલુકાનું વાસવડ ગામ જયા વાસાવડી નદિ વહિ જાય છે. નદિ ની ધાર ઊપર એક શિવાલય ઊભુ છે જેમા ટોપલા ના આકર જેવુ (સૂડંલો છાણ વાછીદા કરે તે) ગુપ્તેશ્વર મહાદેવનું શિવલિંગ છે જે વરસમા એક ચોખા જેટલી વધે છે.

આ શિવલિંગ ની પૂજા મારા ગામના પૂજારી એટલે બૂધગીરી બાપૂ હાલ પૂજા કરે છે, જે તેમના વડવા ભભૂતગીરી ની દેણ છે જયા ચેતન સમાધિ પણ ખૂબજ છે. આ શિવલિંગ બોરડ શાખના પટેલ ની દિકરી શિવજીની પરમ ભકત હતી. એના સાસુ થોડા આકરા હોવાથી પૂજા કરવાનૂ બંધ કરાવેલ હતું. પણ ભક્તિ ક્યા કોઇના બાપની છે.

વહુ દરરોજ સવારે છાણવાછીદાના બાને શિવાલય જઇ પુજા કરી આવતી. સાસુને વહેમ પડયો એટલે પુછયું કે, તું છાણવાછીદાના બાને રોજ શિવાલયે તો જતી નથીને. ના બા.

છતા સાસુને વહેમ પડતા પાછળ પાછળ જાય છે. જોવે તો વહુ શિવાલયમાં. વહુની નજર સાસુ સામે પડતા શિવલિંગ ઊપર ટોપલો ઊંધો વાળી દીધો. સાસુ પુછયું કેમ અહી ટોપલો ઊંધો વાળીયો છે? શુ છે આમાં?

વહુએ કહ્યું બા છાણ છે. ટોપલો હાથમાંથી પડી ગયો. હા… સાસુ તરતજ ક્રૌધ કરીને ટોપલાને પાટુ મારે છે તો છાણનુ અને ટોપલાના આકાર જેવું શિવલિંગ સર્જાય છે જે હાલમા પણ છે અને એક ચોખા જેટલું વધે છે… સાસુએ પાટુ મારી હતી તે પગ ની જગ્યા હાલમાં છે અને દેખાય છે.

નોધ : આ મંદિર ની આરતી પહેલા ત્યાં રહેતા કૂતરા હાલ મા પોતાના મૂખથી શંખ વગાડે છે એટલે કે હૂ હૂ હૂ એક સાથે બોલે છે. ત્યાર પછી પૂજારી શંખ વગાડે છે. આ મારી નજરે જોયલ છે. હાલ મા પૂજારી ના નાના દિકરા એટલે કાનબાપૂ જિગનેશગીરી આરતી અને આ કૂતરા ની સેવા કરે છે.

વિરમદેવસિંહ પઢેરિયા.

– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)