ગુરુના ગોચરને કારણે આ 5 રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે, આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે.

0
1355

આ મહિને ગુરુનું થવાનું છે મીન રાશિમાં ગોચર, જેના કારણે આ 5 રાશિના લોકોના જીવનમાં આવશે ખાસ ફેરફાર, જાણો તેના વિષે.

જ્યોતિષની દૃષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ વિશેષ છે. કારણ કે આ મહિનામાં, ગુરુ સહિત તમામ 9 ગ્રહોનું રાશિમાં પરિવર્તન થશે, જેની સીધી અસર તમામ રાશિઓ પર પડશે. ગ્રહોનું રાશિચક્રમાં પરિવર્તન વ્યક્તિના જીવન પર સારી અને ખરાબ અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે લગભગ 12 વર્ષ પછી આ વર્ષે દેવગુરુ બૃહસ્તપતિ પોતાની સ્વરાશિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. દેવગુરુ બૃહસ્પતિ 13 એપ્રિલે સવારે 11:23 કલાકે રાશિ પરિવર્તન કરશે. આવી સ્થિતિમાં, આવો એ જાણીએ કે ગુરુનું ગોચર કઈ રાશિ માટે ફાયદાકારક સાબિત થશે?

મેષ : ગુરુનું ગોચર 12 માં ભાવમાં રહેશે, જેના કારણે દેશ-વિદેશના પ્રવાસનો યોગ બનશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવવાની છે. આ સિવાય વેપારમાં આર્થિક પ્રગતિના સંકેત છે. ગોચર દરમિયાન ધાર્મિક કાર્યોમાં રસ વધશે.

વૃષભ : વૃષભ રાશિના આવક ગૃહમાં ગુરુ ગોચર કરશે. આ સ્થાન પર ગુરુના આગમનથી આર્થિક લાભ થશે. ઉપરાંત, આ દરમિયાન અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે. પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે. ધંધામાં બાકી નાણાંની પ્રાપ્તિ થશે.

મિથુન : ગુરુનું ગોચર કર્મ ભાવમાં થશે. આવી સ્થિતિમાં, ગોચરના સમયગાળા દરમિયાન તમે સખત મહેનત કરીને વધુ પૈસા કમાઈ શકો છો. નોકરીમાં તમને સફળતા મળશે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યો માટે આ ગોચર સાનુકૂળ રહેશે. નોકરીમાં માન-સન્માન મળશે.

કર્ક : ગુરુનું ગોચર ભાગ્યના સ્થાન પર રહેશે. જેના કારણે ગોચરના સમગ્ર સમયગાળા દરમિયાન ભાગ્યનો સાથ રહેશે. ગોચરના સમયગાળા દરમિયાન ઓફિસ પર કરેલા કાર્યોની પ્રશંસા થશે. નોકરીમાં પગાર વધવાની પણ પ્રબળ શક્યતા છે. આ સિવાય વેપાર કરનારાઓ માટે દિવસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વેપારમાં આવક વધશે.

સિંહ : ગુરુ આઠમા ભાવમાં ગોચર કરશે. જેના કારણે ગોચર દરમિયાન આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સાથે આર્થિક પ્રગતિની પણ પ્રબળ તકો બનશે. લગ્ન જીવનમાં પરસ્પર મધુરતા જળવાઈ રહેશે. આ સિવાય વ્યવસાયમાં આવકના સ્ત્રોત વધશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.