લગ્નનો મેળ નથી પડતો કે લગ્નમાં મોડું થઇ રહ્યું છે તો તેનું સમાધાન કરશે ગુરુ ગ્રહ, જાણો કઈ રીતે.

0
788

આ મંદિર છે ઘણું ચમત્કારી, લગ્નમાં મોડું કે લગ્નજીવનની તકલીફો માટે કરો ગુરુ બૃહસ્પતીની પૂજા, થશે તમામ મનોકામનાઓ પૂરી.

ઘણા લોકો લગ્નમાં મોડું થવું કે લગ્નજીવનમાં તકલીફો જેવી સમસ્યાઓનો સામનો કરે છે. કુંડળીમાં બૃહસ્પતી (ગુરુ) ગ્રહની અશુભ અસરને કારણે જ આ સમસ્યા ઉભી થાય છે. કોઈ પણ વ્યક્તિના જીવન ઉપર બૃહસ્પતી એટલે ગુરુ ગ્રહની વધુ અસર થાય છે. જીવનમાં માન સન્માન, પદ-પ્રતિષ્ઠા, લગ્ન સુખ, સંતાન સુખ વગેરેના બૃહસ્પતીના જ પ્રભાવ ક્ષેત્રમાં આવે છે. જો કોઈ સ્ત્રી કે પુરુષની કુંડળીમાં ગુરુ ગ્રહ ખરાબ છે તો તેને અનુકુળ બનાવવો ખુબ જરૂરી છે. જો બૃહસ્પતીની સાચી પૂજા અને ઉપાય કરવામાં આવે તો તે સમસ્યાનું નિવારણ થવા સાથે જ જીવન સુખમય પસાર થાય છે.

બૃહસ્પતી દેવની મહત્તાને આવી રીતે સમજી શકાય છે કે, બૃહસ્પતી દેવતાઓના ગુરુ પણ છે. દેવતાઓએ બૃહસ્પતીજી પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. દેવતા પણ તેમની આરાધના કરે છે. બૃહસ્પતીને ગ્રહોમાં એક ગૃહ અને દેવતાઓમાં ગુરુની સંજ્ઞા પ્રાપ્ત છે. કહેવામાં આવે છે કે, જો તમારી કુંડળીના બધા ગ્રહ ખોટી દિશામાં હોય, પણ ગુરુ ગ્રહ સાચી દિશામાં હોય તો તમે સુરક્ષિત છો. એકલા ગુરુ ગ્રહ જ તમને તમામ દોષથી દુર રાખે છે. એટલા માટે બૃહસ્પતી દેવની પૂજા ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. ગુરુ બૃહસ્પતીની અનુકુળતા અને પ્રસન્નતાથી બીજા ગ્રહોની ખરાબ અસર પણ નષ્ટ થઇ જાય છે.

ગુરુ બૃહસ્પતી અનુકુળ ન હોય તો શું થાય છે? જો તમારી કુંડળીમાં બૃહસ્પતી અનુકુળ નથી તો ઘણા પ્રકારની સમસ્યા આવી શકે છે. લગ્ન ન થવા, લગ્નમાં મોડું થવું, લગ્નજીવનમાં તકલીફો આવવી, સંતાન સુખ ન મળવું, યોગ્યતા મુજબ નોકરી ન મળવી, નોકરીમાં અધિકારીઓનો સહકાર પ્રાપ્ત ન થવો વગેરે ઉપરાંત ઘણા પ્રકારની શારીરિક પીડા અને બીમારીઓ પણ થાય છે.

બૃહસ્પતી દેવ જો પ્રસન્ન છે તો સફળતા તમારા ચરણ સ્પર્શ કરશે : જો તમારી ઉપર બૃહસ્પતીની કૃપા છે તો જીવનના દરેક ક્ષેત્રમાં તમે સફળ થશો. લગ્નજીવન સુખદ રીતે પસાર થશે. સંતાન સુખ મળશે. કારકિર્દીમાં સતત પ્રગતિ પ્રાપ્ત કરશો અને હંમેશા તમારા વડીલ અને અધિકારીઓની કૃપા તમારી ઉપર જળવાયેલી રહેશે.

દુનિયાભરમાં લાખો લોકો બૃહસ્પતીની દશાથી પીડિત છે અને તેમને પ્રસન્ન કરવા માટે ઉપાય અને પૂજા અર્ચના કરવા માંગે છે પણ તેમને સાચી જાણકારી નથી મળી શકતી. ગુરુ બૃહસ્પતીને પ્રસન્ન કરવા માટે કેળાના ઝાડની પૂજા કરવાને બદલે તમે સીધા ગુરુની પૂજા કરી શકો છો. આ લેખના માધ્યમથી અમે તમને જણાવીશું આધુનિક કાળમાં બનેલા દુનિયાના પહેલા અને એકમાત્ર ગુરુ બૃહસ્પતી મંદિર વિષે જ્યાં પૂજા અર્ચના કરવાથી ન માત્ર ગુરુ બૃહસ્પતીની કૃપા મળશે પણ લગ્ન, સંતાન, પદ-પ્રતિષ્ઠા જેવી દરેક સમસ્યાનું નિવારણ થશે અને સફળતા તમારા ચરણોમાં હશે.

જયપુરનું બૃહસ્પતી ધામ મંદિર આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે અને અહિયાં લાખો લોકોને ગુરુ બૃહસ્પતીની કૃપાથી ન માત્ર લગ્ન, સંતાન, નોકરી, બીમારી જેવી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે પણ તેમના જીવનમાં સ્થિરતા, સુખ-શાંતિ અને સફળતાનો પણ કાયમી પ્રવેશ થયો છે.

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે જયપુરનું બૃહસ્પતી ધામ મંદિર. જયપુરના ટોંક રોડ દુર્ગાપુરામાં આવેલા રાજનગર મહારાની ફાર્મમાં ગુરુ શ્રી નરેન્દ્ર શર્માજી દ્વારા દેવગુરુ બૃહસ્પતી ધામ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. પોતે ગુરુ બૃહસ્પતીએ સપનામાં દર્શન આપીને આ મંદિરની સ્થાપનાનો માર્ગ નક્કી કર્યો.

આ મંદિરમાં બૃહસ્પતી ભગવાનની સોનાની મૂર્તિ બિરાજમાન છે. રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ બૃહસ્પતી ધામ મંદિરમાં આવીને બૃહસ્પતી દેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને તેમની મનોકામના પૂરી કરે છે. ખાસ વાત એ છે કે, જો તમે કોઈ કારણે બૃહસ્પતી ધામ મંદિરમાં જવામાં અસમર્થ છો તો મંદિરની વેબસાઈટ અને ઓનલાઈન પોર્ટલ brihaspatidham ડોટ com અને મંદિરના ફેસબુક પેજ ઉપર જઈને પણ તમે નિયમિત બૃહસ્પતી દેવની આરતીમાં સામેલ થઇ શકો છો. તમે વિશેષ પૂજા અર્ચના માટે ઓનલાઈન બુકિંગ કરી શકો છો. વિશેષ પ્રસાદ અને ગુરુ બૃહસ્પતીના આશીર્વાદથી અભીમંત્રીત વસ્તુ પણ ઓર્ડર કરી શકો છો.

વિશેષ કષ્ટ નિવારણ માટે ઓનલાઈન બુકિંગ કરીને 7, 21 કે પછી 52 ગુરુવાર માટે ઓનલાઈન મનોકામનાની ટોકરી અર્પણ કરી શકો છો. તમે બૃહસ્પતી પરિવારના સભ્ય પણ બની શકો છો. દરરોજ બૃહસ્પતી પરિવારના સભ્યોની ભલાઈની કામનાથી બૃહસ્પતીનું હવન, વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવામાં આવે છે, રુદ્રાભિષેક કરવામાં આવે છે અને તમામ સભ્યોને ઈમેલના માધ્યમથી ગુરુ બૃહસ્પતીના આશીર્વાદ મોકલવામાં આવે છે. તમામ સભ્યો માટે બૃહસ્પતી જાપ કરવામાં આવે છે. સાથે જ સભ્યો અને તેમના કુટુંબીજનો માટે નીશુલ્ક કુંડળી સેવા પણ આપવામાં આવે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.