ગુરુ કૃપાથી 20 નવેમ્બર સુધી આ રાશિ વાળા ઉજવશે ઉત્સવ, જુવો શું તમે પણ છો આ લીસ્ટમાં સામેલ.

0
1420

આ રાશિઓ પર રહેશે દેવગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપા, જાણો કોને કોને મળશે શુભ પરિણામ.

દેવગુરુ બૃહસ્પતિનું જ્યોતિષમાં વિશેષ સ્થાન છે. ગુરુને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટાભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેના કારક ગ્રહ કહેવામાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા, અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. 20 નવેમ્બર સુધી ગુરુ મકર રાશિમાં બિરાજમાન રહેશે. ગુરુ મકર રાશિમાં રહીને કેટલીક રાશિ વાળા ઉપર વિશેષ કૃપા કરી રહ્યા છે. આવો જાણીએ ગુરુ કૃપાથી 20 નવેમ્બર સુધીનો સમય કઈ રાશિ વાળા માટે શુભ રહેવાનો છે.

મિથુન રાશિ :

મિથુન રાશિ વાળાના અટકેલા કામ પુરા થઇ શકે છે.

કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે.

પ્રવાસથી લાભ થવાના યોગ ઉભા થશે.

આવકમાં વૃદ્ધી થઇ શકે છે.

તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રસંશા કરવામાં આવશે.

કાર્યોમાં સફળતા મળશે.

નોકરી અને વેપાર માટે સમય શુભ છે.

કર્ક રાશિ :

કર્ક રાશિ વાળા ઉપર ગુરુની શુભ અસર રહેશે.

તે દરમિયાન તમને નોકરીમાં પ્રગતી મળવાના યોગ ઉભા થશે.

માન-સન્માનમાં વૃદ્ધી થઇ શકે છે.

વાહનની ખરીદી કરી શકો છો.

આર્થીક સ્થતિમાં સુધારો થશે.

દાંપત્ય જીવન આનંદમય રહેશે.

કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરશો.

લેવડ-દેવડમાં લાભ થશે.

ધનુ રાશિ :

ધનુ રાશિ વાળાને નોકરી સંબંધી શુભ સમાચાર મળી શકે છે.

આવકમાં વૃદ્ધિથી પૈસા સંબંધી તકલીફો દુર થઇ શકે છે.

જીવનસાથી સાથે સમય પસાર કરશો, જેથી લગ્નજીવન આનંદમય રહેશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી રહેવાનો.

આ સમય દરમિયાન રોકાણ કરવાથી લાભ થશે.

આરોગ્ય સારું રહેશે.

મીન રાશિ :

મીન રાશિ વાળાને શુભ પરિમાણ મળશે.

આ સમય દરમિયાન તમારા માટે નોકરીમાં પ્રગતિના યોગ ઉભા થશે.

નવા કામની શરુઆત કરી શકો છો.

વેપારીઓને નફો થઇ શકે છે.

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.

ધન લાભ થશે, આર્થિક સ્થિતિ મજબુત બનશે.

શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ કહી શકાય છે.

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ ઉપર અમે એવો દાવો નથી કરતા કે તે સંપૂર્ણ રીતે સત્ય અને સચોટ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લેવી.)

આ માહિતી લાઈવહિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.