ગુરૂ કેમ કરવા એ જાણવા માટે વાંચો આ લેખ, ઇન્દ્રિયો પર કાબુ રખાવતા શીખવે છે ગુરુ.

0
213

સત્યના માર્ગ પર ચાલવામાં સારી નરસી પરિસ્થિતિનો સામનો કરવો પડે, સમજણ હોવા છતાં અમુક પરિસ્થિતિ એવી જડ જેવી હોઈ. આમાંથી છૂટવું ખુબ કપરૂ હોઈ છે એટલા માટે કે દેહાધ્યાસ છૂટ્યો ન હોઈ, દેહાધ્યાસ તો ગુરૂકૃપાથી છૂટે. એકલા સત્યના માર્ગ પર ચાલી શકાતું નથી, બહારના લોકોને પહોંચી વળીએ પણ અંદર દુશ્મનો એટલા બધા છે કે તે સતમાર્ગ ને રૂંધે છે.

નવ ઇન્દ્રિયોને તેના અલગ અલગ કર્મ અને તેમના અસંખ્ય પેટા કર્મ પર સતત ગરુડની જેમ શિયાળવી વૃત્તિ પર દ્રઢ પણે સચોટ નજર રાખવી પડે. સતત વૃતિઓનું મૂલ્યાંકન કર્યે રાખવું પડે છે, ક્રોધ આવે તો ક્રોધને દેહમાં સમાવવા માટે મનને સમજાવવાના અનેક પ્રયાસો કરવા પડે છે ને સતત મંથન કરતા રેહવું જ પડે છે.

કામ ક્રોધ લોભ મોહ મદ દેહમાં સમાવવા પચાવવાની ક્રિયા ખુબ ભારેખમ હોઈ છે, સમજણ હોઈ ગુરૂની શાન હોઈ પણ જયારે પ્રેક્ટીકલ આવે ત્યારે એ પળ માંથી નીકળવું ખુબ કપરૂ હોઈ છે. ગુરૂદેવ દયાસાગર સુરતાના તાંતણે એ ઇન્દ્રિય પર કાબુ રખાવતા શીખવે છે, પણ એક ઇન્દ્રિય પર કાબુ મેળવવા હિમાલય ચડ્યા જેટલી કદાચ એ સફર હોઈ શકે. મેહનત, હિંમત, તાકાત આપણી પાસે હોઈ એ બધું જોર એક ઇન્દ્રિયને કાબુમાં રાખવા કરવું પડે છે.

આપણે નવ ઇન્દ્રિયની બહાર નીકળવાનું છે ત્યારે દશમાં દ્વારે પહોંચી અને મને લાગે છે કે પછી નિજમાર્ગની રફ્તાર સાચી શરૂ થતી હશે પણ હાથ ગુરૂનો પકડી રાખવો પડશે, સતત ઉજાગર બનીને સતત મંડ્યા રેહવું પડતું હશે. ગુરૂ એ કોઈ દેહ નહીં પણ આપણી ગુરૂની પ્રેરણાથી કૃપાથી આવેલી એક આત્મશક્તિ છે, આત્મવિશ્વાસ છે.

જ્ઞાન, ધ્યાન ને આધીનતા એજ શીખવે છે કે પૂરતું જ્ઞાન માર્ગ પર ચાલવા માટે હોવું જોઈએ, સતત ધ્યાન આપણી મનોવૃત્તિ પર હોવી જોઈએ ને આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવાની આપણામાં એટલી અધિનતા હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. ગુરૂ માર્ગ બતાવે છે પણ એ માર્ગ પર સતત ચલતા રહેવા માટે સ્વયંના જ ગુરૂને પ્રકાશિત કરવો પડે છે. સ્વયં પ્રકાશિત બનવા ગુરૂ ચરણની રજ બની રેહવું પડે છે.

ગુરૂ બિન નહીં નિસતારા કઠિન માર્ગ ગુરૂની શાનથી જ સરળ બને છે, દયાળુ દયાના સાગર પોતાનું સ્વરૂપ આપણને આપવા કેટલી પોતે મેહનત કરે છે. ઉજાગર પુરુષ ઉજાગરા કરી પોતાના બાળકોને આંગળિયે પકડી રાખે છે. સદગુરૂનો પ્રસાદ એનો જ બનાવેલો આપ લોકોને અર્પું છું. હું બાળક એમનો કઈ ભૂલચૂક થઈ હોઈ તો માફ કરજો વાલા, હું પામર અજ્ઞાની જીવ ચ ખ પ લ બ જેટલું જ જાણવા વાળો કાલી ઘેલી ભાષા મારી સદગુરૂ દેવને અર્પણ. દાસ નીતાસેનના સદગુરૂદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ.

– નીતા સેન રાઠોડ (અમર પ્યાલો સતસંગ ધારા માંથી)