ગુરુ રાશિ પરિવર્તન : 13 એપ્રિલ સુધી આ રાશિઓ ઉપર નહિ આવે કોઈ સંકટ, દુઃખ – દર્દથી રહેશે દુર.

0
1170

દેવગુરુ બૃહસ્પતિની આ રાશિઓ પર રહેશે વિશેષ કૃપા, નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે.

આ સમયે દેવગુરુ બૃહસ્પતિ કુંભ રાશિમાં બિરાજમાન છે. દેવગુરુ બૃહસ્પતિના શુભ હોવાથી વ્યક્તિનો ભાગ્યોદય થઇ જાય છે. ગુરુ 13 એપ્રિલ 2022 સુધી કુંભ રાશિમાં જ બિરાજમાન રહેશે. 13 એપ્રિલ 2022 ના રોજ ગુરુ રાશિ પરિવર્તન કરશે. 13 એપ્રિલ 2022 ના રોજ ગુરુ મીન રાશિમાં પ્રવેશ કરી જશે. 13 એપ્રિલ 2022 સુધી દેવગુરુ કુંભ રાશિમાં રહીને અમુક રાશિઓ પર વિશેષ કૃપા કરશે.

બૃહસ્પતિને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને બુદ્ધી વગેરેના કારક ગ્રહ કહેવામાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. આવો જાણીએ 13 એપ્રિલ 2022 સુધી કઈ રાશિઓ ઉપર વરસશે ગુરુની કૃપા.

મેષ રાશિ : મેષ રાશિના લોકો ઉપર આ સમયે દેવગુરુ કૃપાયમાન છે. શુભ પરિણામ મળશે. ધન લાભ થશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. નોકરી અને વેપારમાં પ્રગતિ કરશો. લગ્નજીવન આનંદમય રહેશે. નવું વાહન કે મકાન ખરીદવાના યોગ પણ ઉભા થઇ રહ્યા છે. કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો.

મિથુન રાશિ : ધન-લાભ થશે, જેથી આર્થિક પક્ષ મજબુત થશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. મિથુન રાશિના લોકો માટે આ સમય વરદાન સમાન છે. લગ્નજીવન આનંદમય રહેશે. કુટુંબના સભ્યોનો સહકાર મળશે. ખુબ માન સન્માન મળશે. પદ પ્રતિષ્ઠામાં વધારાના યોગ ઉભા થઇ રહ્યા છે.

તુલા રાશિ : તુલા રાશિના લોકો માટે આ સમય ઘણો ફળદાયક રહેવાનો છે. નોકરી અને વેપાર માટે આ સમય શુભ રહેશે. લગ્નજીવનમાં સુખનો અનુભવ કરશો. ધન-લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રસંશા થશે. તમને નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે. ધાર્મિક અને આધ્યામિક કાર્યોમાં ભાગ લેશો.

વૃશ્ચિક રાશિ : ધન લાભ થશે જેથી આર્થીક પક્ષ મજબુત બનશે. માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી અને વેપારમાં લાભના યોગ ઉભા થઇ રહ્યા છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. દાંપત્ય જીવન આનંદમય રહેશે. કાર્યક્ષેત્રમાં બઘા તમારા કાર્યની પ્રસંશા કરશે. કુટુંબના સભ્યોનો સહકાર પ્રાપ્ત થશે.

સિંહ રાશિ : આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળશે. નવું વાહન કે મકાન ખરીદવાના યોગ ઉભા થઇ રહ્યા છે. કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. દાંપત્ય જીવન આનંદમય રહેશે. કુટુંબના સભ્યો અને મિત્રોનો સહકાર મળશે. આ સમય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી રહેવાનો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.