જયારે ગુરુ વ્યાસજીને તેમના ચેલાએ પૂછ્યું, હું ક્યારે દુનિયામાંથી વિદાય લઈશ? જાણો તેને શું જવાબ મળ્યો.

0
629

ગુરુ વ્યાસજી ને “દાસ” નામ નો એક ચેલો હતો.. એ વ્યાસજી ની ખુબ સેવા કરે.

એક દિવસ એણે વ્યાસ જી ને પૂછ્યું,..”હું ક્યારે દુનિયામાંથી વિદાય લઈશ? એ મારે જાણવું છે”.

વ્યાસ જી એ કહ્યું, ”એ પ્રશ્ન રહેવા દે.. એ તારે જાણવાની શું જરૂર છે?” દાસે અતિ આગ્રહ કર્યો ત્યારે વ્યાસજી કહે, ”તારે એ જાણવાની ઈચ્છા છે તોએ આપણે યમરાજ ને પૂછવું પડે”.

વ્યાસજી ચેલાને લઈને યમરાજજી પાસે આવ્યા અને યમરાજ ને પૂછ્યું, ”મારો આ ચેલો છે દાસ.. એને જાણવું છે કે એ દુનિયામાંથી વિદાય ક્યારે લેશે?”

યમરાજે કહ્યું… ”હું કશું જાણતો નથી.. એ મારા મંત્રી મૃ **ત યુદેવ જાણતા હશે, ચાલો આપણે તેમની પાસે જઈ ને પૂછ્યે’.

મૃ **ત યુદેવે કહ્યું, ”હું કઈ જાણતો નથી મને તો હુકમ મળે તે હું મારી ફરજ બજાવું.. એતો પ્રારબ્ધ દેવ જાણે.. ચાલો આપણે એમને પૂછીએ”.

વ્યાસજી, દાસ, યમ અને મૃ **ત યુ એમ ચાર જણા આવ્યા પ્રારબ્ધ દેવ પાસે અને પૂછ્યું કે ”આ દાસ દુનિયામાંથી વિદાય ક્યારે લેશે?”

વિધાતાએ કહ્યું, ”મેં દાસ ના પ્રારબ્ધ માં લખ્યું કે જયારે વ્યાસજી, દાસ, યમ અને મૃ **ત યુ એ ચારે ભેગા મળી મારે ઘેર આવે ત્યારે જ એ દુનિયામાંથી વિદાય લેશે. વ્યાસ જી આ તમારો ચેલો છે અને તમારી ખુબ સેવા કરે છે અને એ દુનિયામાંથી વિદાય નહિ લે એટલા માટે જ મેં આવું લખ્યું.. હવે એની પાસે ફક્ત બે જ મિનીટ છે..”

માટે જ કોઈ દિવસ તમારે એમ ન પૂછવું કે ક્યારે દુનિયામાંથી વિદાય લઈશ? આ શરીરનો ક્ષણે ક્ષણે કાળ આવે છે. બહુ જીવવાનો વિચાર ના કરો કે ક્યારે દુનિયામાંથી વિદાય લેવાનો પણ વિચાર ન કરો.

તમે તમારી પ્રતિ ક્ષણ સુધારો.. એટલું જ વિચારો મારે હાથે પાપ ના થાય.. પરોપકાર અને પુણ્યકાર્ય માં જ મારું જીવન વ્યતીત થાય.

– ડોંગરેજી મહારાજ

(સાભાર રાજેન્દ્ર મહેતા, અમર કથાઓ ગ્રુપ)