‘હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી…’ આ અદ્દભુત રચના વાંચીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાવ.

0
604

હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી…

ઘરે વાટ્યું જુએ છે માં મોરી રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારા માથાનો અંબોડો રે ગિરધારી…

જાણે છૂટ્યો તેજીનો ઘોડો રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારી આંખોનો ઉલાળો રે ગિરધારી…

જાણે દરિયાનો હિલોળો રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારા પેટડીયાનો ફંદો રે ગિરધારી…

જાણે પૂનમ કેરો ચાંદો રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારા વાંસાનો વળાંકો રે ગિરધારી…

જાણે સરપનો સબાકો રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

– સાભાર કુંજન પટેલ પરસાણીયા (અમર કથાઓ ગ્રુપ)