જેમના કાન પર હોય છે આવા વાળ, તેમને ધનવાન થવાના મળે છે સંકેત, રહે છે લક્ષ્મી માતાની કૃયા.

0
928

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા લોકોના જીવનમાં પૈસાની અછત નથી હોતી, જાણો વિસ્તારથી.

સામુદ્રિક શાસ્ત્ર (samudrik shastra) માં શરીર પર રહેલા ચિહ્નો દ્વારા મળતા સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે. જેમ શરીર પર રહેલા તલ ભવિષ્ય વિશે વિશેષ સંકેત આપે છે. એ જ રીતે કાન પરના વાળ પણ ખાસ સંકેત આપે છે. આવો આજે તેના વિષે થોડી માહિતી મેળવીએ.

કાન પર વાળ : સામુદ્રિક શાસ્ત્ર કે જેને સમુદ્ર શાસ્ત્ર પણ કહે છે, તેમાં જણાવ્યા અનુસાર જે લોકોના કાન પર વાળ હોય છે, તેઓ દરેક જગ્યાએ ધ્વજ લહેરાવે છે. એટલે કે તેમનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હોય છે.

કાન પર બહારની તરફ નીકળેલા વાળ : સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જેમના કાનમાં અંદરથી બહારની તરફ વાળ નીકળતા હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. સાથે જ તેઓ પૈસાની બાબતમાં પણ બીજા કરતા આગળ રહે છે. આવા લોકોના જીવનમાં પૈસાની અછત નથી હોતી.

કાન પર નાના વાળ : સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે લોકોના કાન પર વાળ હોય છે પણ તે ખૂબ જ નાના હોય છે, તે અશુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવા લોકોનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોતું નથી. આવા લોકોને પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.

પ્રતિભાશાળી હોય છે : સામુદ્રિક શાસ્ત્ર અનુસાર એવી વ્યક્તિ જેના કાનના વાળ ખૂબ લાંબા હોય છે, તેઓ ખૂબ જ પ્રતિભાશાળી હોય છે. તેમજ આવા લોકો પર ભગવાનની વિશેષ કૃપા રહે છે.

સામુદ્રિક શાસ્ત્રમાં શરીરની રચનાના આધારે ભવિષ્ય વિષે જાણકારી મેળવવામાં આવે છે. આ સાથે જ કોઈ વ્યક્તિ માટે ધનવાન બનવાનો યોગ છે કે નથી તે વિષયમાં પણ સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી ઝી ન્યૂઝ અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.