“હજુ ઘણું બાકી છે” – વાંચો આપણા જીવન પર આધારિત સત્ય કવિતા, કવિએ અંદર ખુબ સરસ રજૂઆત કરી છે.

0
692

“હજુ ઘણું બાકી છે”

ઘુમ્યો હું ગામ-ગામ, ફર્યો હું ધામ-ધામ, દર્શન કર્યા અનેક છે,

પરંતુ આત્મ દર્શન કરવાનું હજુ બાકી છે.

મંદિર માં પૂજ્યા ઇશ્વર, પત્થરમાં પૂજ્યા,

પરંતુ માઁ-બાપ રૂપી ઈશ્વર પૂજવાનાં બાકી છે.

શોધ કરી ખુબ, અને ખોજ કરી ખુબ, આ સકલ જગત માં,

પરંતુ આત્મ ખોજ કરવાની હજુ બાકી છે.

નિષ્ઠુરતા નિહાળી ખુબ, અને માનવતા નિહાળી ખુબ, દેશ અને વિદેશમાં,

પરંતુ માનવમાં માનવ જોવાનું હજુ બાકી છે.

સોનું ઓગાળ્યું ખુબ, પિતળ ઓગાળ્યું ખુબ, લોખંડ ઓગાળ્યું રાત દિન,

પરંતુ અંતરનું અભિમાન ઓગાળવાનું હજુ બાકી છે.

અમીરો નિહાળ્યા ખુબ, ગરીબો નિહાળ્યા ખુબ જગતમાં,

પરંતુ માણસમાં માણસાઈ નિહાળવી હજુ બાકી છે.

વ્ય શન માં અટવાયા ખુબ ફેશનન માં અટવાયા ખુબ, રહ્યા ટેન્શનમાં રાત દીન,

પરંતુ ટેંશન માંથી ઉગારવા ના હજુ બાકી છે.

રીતી રિવાજો માં ફસાયા ખુબ નિતી માં ફસાયા ખુબ સમાજમાં,

પરંતુ કુરીવાજો હટાવવા ના ઘણા બાકી છે.

મારા પણુ અને તારા પણા નો ભેદ હજુ અકબંધ છે વર્ષોથી,

પરંતુ આપણાં પણાનો લગાવ બતાવવા નો હજુ બાકી છે.

ખાડા ખાબોચિયા માપ્યા ખુબ, સમંદરનાં ઊંડાણ માપ્યા ખુબ,

પરંતુ સત્યતાના ઊંડાણ માપવાનાં હજુ બાકી છે.

પૈસાનાં પાવર વાપર્યો ઘણા એ ખુબ, જેમાં નિજ પરિવાર ના સભ્યો પિખાયા ખુબ,

પરંતુ પરીવાર ને એકતા જોવાની હજુ બાકી છે.

સમાજની એકતા માં જ સમાજનું સ્વમાન છે, સમાજ નો વ્યક્તિ સમાજ નુ ગૌરવ છે

પરંતુ થોડા-ઘણાં મતભેદો ભૂલવાનાં હજુ બાકી છે.

મૂક્ત મને વિચરો, મૂક્તપણે વિચરો સમાજ માં,

કારણ કે હજુ ઘણી લડાઇ લડવાની બાકી છે.

કહે “રાજ” ખેદ થી અસાઈત વંશજોને, છોડી દો સૌ મતભેદો,

કારણ કે ભાવિ પેઢી નુ સારુ ભવિષ્ય નિહાળવાનુ હજુ બાકી છે.

લેખક – રાજેશભાઈ કુકરવાડીયા

(પ્રમુખ શ્રી અસાઈત યુવા સંગઠન – મોરબી)

(સાભાર રાજેશભાઈ વ્યાસ, અમર કથાઓ ગ્રુપ)