‘હાલાજી તારા હાથ વખાણું’, વાંચો આ પ્રખ્યાત લોકગીતના બોલ અને તે કોના માટે બનાવવામાં આવ્યું હતું.

0
6391

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું?

બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ ક્ષત્રિ મહેરાણ‚

પાણી રખિયો આપરો હો‚ પરસીધ મેર પ્રમાણ..

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું?

મેરામણ જેસા મરદ‚ હો મમ આગે હોય‚

અમર કથાં રાખે‚ સાધે કારજ સોંય..

રણ જાંબેં ચો રાખિયો હો‚ મોભી ભડ મેરાણ‚

તેણ સમે કટ કાં તણી હો‚ બાજી જડ બઝડાણ..

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું?

જાતો ખુની જાણ્ય‚ આગે મહેરાણ અજાણી‚

પટી ઘોડીએ પૂંઠ‚ તતખણ મેલી તાણી‚

આગે ભાગો જાય‚ ભોમ અંતર નહી ભાંગે‚

આણે મન ઉચાટ લાખ‚ લખ દાવ ન લાગે…

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું?

મું અગે શત્રુ સાજો‚ મું તો જીવતર હાર હું‚

ધણ કરાં અખે અપઘાત‚ ઘટ જો મેં શત્રુ ન માર હું‚

અસી બાજ ઉડણી‚ પવન વેગ હુ પડકારી‚

ત્રુટી તારા જેમ‚ ધીર પંખણ ધજધારી..

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું?

બરાછક હોઈ બારાડ‚ ભીમ ભારથ બછુટો‚

કરે ક્રોધ કૃતોત‚ તંત કર લેવા ત્રુટો‚

ક્રમ અઢાર માથે ક્રમણ‚ વાહે અતંગા વાઢિયો‚

સત્રંગ જરદ અસ સોંસરો‚ કૃંત અંગ સર કાઢિયો,

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું?

આ પ્રખ્યાત લોકગીત જેયો દ્ધાને સંબોધી ને ગાવામાં આવે છે એવાં યદુકુળ ભૂષણ જાડેજા વંશ શિરોમણી મહાન શૂરવીરયો દ્ધા હાલા મેરામણજી જાડેજા કે જે પોતાના સાત પુત્ર અને છ પૌત્રો સહીત કાઠીયાવાડ ના કુરુક્ષેત્ર સમાન ભૂચરમોરીના યુ ધમાં વિ.સં. ૧૬૪૮ શ્રાવણ વદ ૭ ને બુધવાર ઈ.સ.૧૫૯૨ ના દિવસે ક્ષત્રિયોચીત વીર ગતીપામ્યા હતાં.

– યદુવંશી ક્ષત્રિય રાજપૂત (આપણો ઇતિહાસ ગ્રુપ)