“હળવે હળવે હળવે હરજી…” નરસિંહ મહેતાનું આ ભજન તમને ભક્તિમય કરી દેશે.

0
281

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે,

મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે…

કીધું કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું રે,

લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે…

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,

ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઈ ફૂલી રે…

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,

જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે….

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,

મળિયો મળિયો મળિયો મહેતા નરસૈયાનો સ્વામી રે…

– નરસિંહ મહેતા