હનુમાનજીએ કર્યા હતા ત્રણ લગ્ન, છતાં પણ તેમને બાલ બ્રહ્મચારી કેમ કહેવામાં આવે છે?
શ્રીરામ ભક્ત હનુમાનજીના દેશ અને દુનિયામાં કરોડો ભક્ત છે. લોકોને બજરંગબલીમાં ઘણી શ્રદ્ધા છે. કહેવાય છે કે હનુમાનજીનું નામ લેવા માત્રથી મનનો ડર દુર થઇ જાય છે. તમે પહેલવાનોને પણ બજરંગબલીની પૂજા કરતા જોયા હશે. એવી માન્યતા છે કે, હનુમાનજીએ આખું જીવન બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રીરામની સેવા કરી હતી.
પણ તમને જાણીને નવાઈ લાગશે કે બજરંગબલીએ એક બે નહિ પણ ત્રણ-ત્રણ લગ્ન કર્યા હતા. પૌરાણીક કથાઓ મુજબ, હનુમાનજીના ત્રણ લગ્ન થયા હતા. તેલંગાનામાં હનુમાનજી સાથે તેમની પત્નીની એક મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી ચુકી છે, જ્યાં લોકો શ્રદ્ધા ભાવથી તેમની પૂજા કરે છે. બજરંગબલીના ત્રણ લગ્નની પરિસ્થિતિઓ અને કાળ ઘણા રોચક રહ્યા છે. તો આવો જાણીએ હનુમાનજીના ત્રણ લગ્ન અને તેમની ત્રણ પત્નીઓ વિષે.
સૂર્યદેવ પુત્રી સુર્વચલા સાથે કર્યા હતા લગ્ન :
બજરંગબલીના પહેલા લગ્ન સૂર્યદેવની પુત્રી સુર્વચલા સાથે થયા હતા. પરાશર સંહિતામાં એ વાતનો ઉલ્લેખ મળે છે. કહેવામાં આવે છે કે, હનુમાનજી સૂર્ય ભગવાન પાસે શિક્ષણ ગ્રહણ કરતા હતા. સૂર્યદેવે તેમને નવ વિદ્યાઓનું જ્ઞાન આપવાનું હતું, પણ સમસ્યા એ હતી કે ચાર વિદ્યાઓને માત્ર તે જ શીખી શકતા હતા જે પરણિત હોય. આ જરૂરિયાતને કારણે સૂર્ય ભગવાને તેમની દીકરીના લગ્ન હનુમાનજી સાથે કરાવી દીધા.
હનુમાનજીએ શરુઆતમાં આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, પણ તે પાંચ વિદ્યા શીખી ચુક્યા હતા, તેથી સૂર્યદેવના સમજાવવા પર તે લગ્ન માટે માની ગયા. કહેવાય છે કે લગ્ન થયા પછી સુર્વચલા હંમેશા માટે તપસ્યામાં લીન થઇ ગઈ.
રાવણના પણ જમાઈ હતા હનુમાનજી :
હનુમાનજીએ બીજા લગ્ન રાવણની પુત્રી અનંગકુસુમાં સાથે કર્યા હતા. પઉમ ચરિત અનુસાર રાવણ અને વરુણ દેવ વચ્ચે યુ ધથયું હતું, જેમાં હનુમાનજી વરુણ દેવતા તરફથી લડયા હતા. યુ ધમાં રાવણનો પરાજય થયો, ત્યાર પછી તેણે પોતાની પુત્રીના લગ્ન હનુમાનજી સાથે કરી દીધા.
વરુણ દેવની પુત્રી સત્યવતી સાથે ત્રીજા લગ્ન :
રાવણ વિરુદ્ધ યુ ધમાં હનુમાનજીએ વરુણ દેવતાનો સાથ આપ્યો. કહેવાય છે કે જયારે યુ ધમાં વરુણ દેવતાનો વિજય થયો તો તેમણે ખુશ થઈને તેમની પુત્રી સત્યવતીના લગ્ન હનુમાનજી સાથે કરાવી દીધા.
ત્રણ લગ્ન કર્યા છતાં પણ હંમેશા રહ્યા બ્રહ્મચારી :
જુદી જુદી પરિસ્થિતિઓને કારણે હનુમાનજીને ત્રણ લગ્ન કરવા પડ્યા, તેમ છતાં પણ તે ક્યારે પણ પરણિત જીવનમાં નથી રહ્યા. આજીવન બ્રહ્મચર્ય પાલન કરવાને કારણે હનુમાનજીને બાલ બ્રહ્મચારી કહેવામાં આવે છે.
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.