જાણો હનુમાનજી દ્વારા લખવામાં આવેલ રામાયણ સમુદ્રમાં કેમ સમાઈ ગઈ? હનુમાનજીએ ભગવાન રામને સમર્પિત આ રામાયણ પથ્થરની શીલા ઉપર લખી હતી. તેમણે લખવા માટે તેને નખનો ઉપયોગ કર્યો. તેમણે એ કથામાં વાલ્મીકીથી પણ પહેલા લખી હતી. પવનપુત્ર હનુમાન ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે. તે સ્વયં શાસ્ત્રોના મોટા જ્ઞાની અને જાણકાર છે. તેથી એ પ્રશ્વ સ્વભાવિક છે કે હનુમાનજીએ સ્વયં રામાયણ કેમ ન લખી? શ્રીરામની ભક્તિથી તેમને અનેક સિદ્ધીઓ પ્રાપ્ત થઇ હતી. કોઈ ગ્રંથની રચના કરવું તેમના માટે મુશ્કેલ કાર્ય ન હતું.
આમ તો શ્રીરામ ઉપર અનેક રામાયણ લખવામાં આવી છે, પરંતુ તેમાં 2 સૌથી વધુ પ્રસિદ્ધ છે. એક વાલ્મીકી દ્વારા રચિત રામાયણ અને બીજી તુલસીકૃત રામાચરિત માનસ. કહેવામાં આવે છે કે સૌથી પહેલા હનુમાનજીએ જ રામાયણ લખી હતી પરંતુ પાછળથી તેમણે તે સમુદ્રમાં પધરાવી દીધી હતી. તેમણે એવું કેમ કર્યું વાચો આ કથા.
હનુમાનજીએ ભગવાન રામને સમર્પિત આ રામાયણ પથ્થરની શીલા ઉપર લખી હતી. તેમણે લખવા માટે પોતાના નખનો ઉપયોગ કર્યો. તેમણે આ કથા વાલ્મીકીથી પણ પહેલા લખી હતી. તેનું નામ હનુમદ રામાયણ હતું. જયારે શ્રીરામે રાવણ સહીત અનેક રાક્ષસોનો અંત કરી દીધો અને તે પુનઃ અયોધ્યા આવી ગયા ત્યારે હનુમાનજી હીમાલય ઉપર જતા રહ્યા. ત્યાં તે તેના નખથી રામાયણ રચતા હતા.
અહિયાં વાલ્મીકી પણ પોતાનો ગ્રંથ પૂરો કરી ચુક્યા હતા. તેની હાર્દિક ઈચ્છા હતી કે આ ગ્રંથ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે. શિવને આ ગ્રંથ ભેંટ કરવા માટે તે કૈલાસ પર્વત ગયા. ત્યાં તેમણે હનુમાનજી દ્વારા રચિત રામાયણ જોઈ. વાલ્મીકી મહાન કવિ હતા પરંતુ હનુમાનજીની રચના જોઈને તે પણ ચકિત રહી ગયા. એક યોદ્ધા આવી સુંદર રચના કરી શકે છે, તે વાલ્મીકી માટે ઘણી આશ્ચર્યની વાત હતી, તેમણે હનુમાનજીના કાવ્યની પ્રસંશા કરી અને કહ્યું, તમારી રચના સામે તો મારું લેખન કાંઈ જ નથી.
તે સાંભળીને હનુમાનજીએ વિચાર્યું, વાલ્મીકી કવિ છે અને શ્રીરામના ભક્ત પણ. તેમનું કાવ્ય મારી રચના જેટલું સુંદર નથી તો શું થયું, તેમાં છે તો ભગવાન શ્રીરામનો મહીમા. એટલા માટે મારે એવું કાર્ય કરવું જોઈએ કે તેમની જ રચના સંસારમાં પ્રસિદ્ધ થાય. ત્યાર પછી હનુમાનજીએ રામાયણ લખેલી પથ્થરની શીલા ઉપાડી અને તેને સમુદ્રમાં વિસર્જિત કરી દીધી. આ રીતે હનુમાનજી દ્વારા લખવામાં આવેલી તે રામાયણ હંમેશા માટે સાગરમાં સમાઈ ગઈ.
વાલ્મીકી માટે હનુમાનજી એટલો મોટો ત્યાગ કરશે, તે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. તે હનુમાનજીને પ્રમાણ કરી બોલ્યા, હે રામદૂત હનુમાન, તમે ધન્ય છો. ધન્ય છે તમારો ત્યાગ અને રામભક્તિ. હું તમારી સામે નતમસ્તક છું અને તે વચન આપું છું કે કલિયુગમાં રામાયણની રચના માટે એક જન્મ લઈશ. કહેવામાં આવે છે કે વાલ્મીકીની એ ઈચ્છા શ્રીરામે પૂર્ણ કરી અને તે કલિયુગમાં તુલસીદાસ બનીને આવ્યા.
આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.