હનુમાનજીના લગ્ન નહોતા થયા, છતા કેવી રીતે જન્મ્યો તેમનો પુત્ર? પુરાણોમાં છે આ અલૌકિક ઘટનાની જાણકારી.

0
600

પુરાણોમાં સંતાયેલું છે હનુમાનજીના પુત્રના જન્મનું રહસ્ય, જાણો કોણ હતા હનુમાનજીના પુત્ર. ભગવાન રામ અને હનુમાનજીના પાવન અને પવિત્ર સંબંધો કોણ નથી જાણતું. રામજી પત્યે તેમની ભક્તિ ભાવના માટે હનુમાનજીએ પોતાનું સંપૂર્ણ જીવન ત્યાગી દીધું હતી અને ક્યારે પણ લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આજે આપણી સામે એક એવું તથ્ય આવ્યું છે, જે સાંભળીને આપણે ચોંકી ઉઠીશું.

હનુમાનજીને હંમેશાથી ‘બાળ બ્રહ્મચારી’ શબ્દથી જોડવામાં આવે છે કેમ કે તેમણે ક્યારે પણ લગ્ન નથી કર્યા. છતાં પણ કેવી રીતે હનુમાનજીને પુત્ર થયો? શું વાસ્તવમાં હનુમાનજીને પુત્ર હતો? હનુમાનજીને રામ નામની લગન લાગી હતી અને તે સવારથી લઈને રાત સુધી માત્ર રામ નામના જપ કરતા હતા. જેના કારણે તેમણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો તેમ છતાં પણ હનુમાનજીને પુત્ર થયો જેનું નામ મકરધ્વજ હતું.

જયારે હનુમાનજી તેના પુત્રને મળ્યા : શું વાસ્તવમાં મકરધ્વજ હનુમાનજીના પુત્ર હતા? તે જણાવતા પહેલા અમે તમને એ જણાવી આપીએ કે ક્યારે હનુમાનજી પોતાના પુત્ર મકરધ્વજને મળ્યા. વાલ્મીકીજી રામાયણમાં લખ્યું છે કે યુદ્ધ દરમિયાન રાવણની આજ્ઞાનુસર અહીરાવણ રામ-લક્ષ્મણનું અપહરણ કરી તેને પાતાળ પૂરી લઇ ગયા ત્યાર પછી રાવણના ભાઈ વિભીષણે એ ભેદ હનુમાનજી સમક્ષ પ્રગટ કર્યો કે ભગવાન રામ અને લક્ષ્મણને ક્યાં લઇ જવામાં આવ્યા છે, ત્યારે રામ લક્ષ્મણની મદદ કરવા માટે હનુમાનજી પાતાળપૂરી પહોચ્યા.

જેવા હનુમાનજી પાતાળના દ્વાર ઉપર પહોચે છે તો તેને એક વનર જોવા મળે છે, જે જોઈ તે અચંબામાં પડી જાય છે અને મકરધ્વજ પાસે તેનો પરિચય આપવાનું કહે છે. મકરધ્વજ પોતાનો પરિચય આપતા કહે છે કે હું હનુમાન પુત્ર મકરધ્વજ છું અને પાતાળપૂરીનો દ્વારપાલ છું.

મકરધ્વજનો પરિચય સાંભળીને હનુમાનજી ગુસ્સે થઇને કહે છે કે આ તું શું કહી રહ્યો છે? હું જ હનુમાન છું અને હું બાળ બ્રહ્મચારી છેં, તેમ છતાં તું મારો પુત્ર કેવી રીતે હોઈ શકે છે? હનુમાનજીનો પરિચય મેળવતા જ મકરધ્વજ તેમના ચરણોમાં પડી ગયો અને હનુમાનજીને પ્રણામ કરી તેમની ઉત્પત્તિની કથા સંભળાવી.

મકરધ્વજના જન્મની કથા : મકરધ્વજ હનુમાનજીને જોઈને કહે છે જયારે તમે તમારી પૂંછડીથી રાવણની લંકા દહન કર્યું હતું, તે દરમિયાન લંકા નગરી માંથી ઉઠેલી જ્વાળાને કારણે તમને અતિશય પરસેવો આવવા લાગ્યો હતો. પૂંછડીમાં લાગેલી આગને ઓલવવા માટે તમે સમુદ્રમાં આવી પહોચ્યા ત્યારે તમારા શરીર માંથી ટપકેલુ પરસેવાનું ટીપું એક માછલીએ તેના મોઢામાં લઇ લીધું. જેના કારણે માછલી ગર્ભવતી રહી ગઈ.

થોડા સમય પછી પાતાળના રાજા અને રાવણના ભાઈ અહીરાવણના સિપાહી સમુદ્ર માંથી તે માછલીને પકડી લાવ્યા. માછલીનું પેટ કાપવાથી તેમાંથી એક માનવ બાળ નીકળ્યું, જે વાનર જેવો દેખાતો હતો તે વાનર હું જ હતો પિતાજી. પાછળથી સૈનિકોએ મને પાતાળનો દ્વારપાલ બનાવી દીધો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.