હનુમાન કથા : જાણો શા માટે માતા સીતાએ આપેલું વરદાન હનુમાનજી પાછું આપવા ગયા?

0
408

એક દિવસ હનુમાનજી જયારે સીતાજીના શરણમાં આવ્યા, ત્યારે હનુમાનજીની આંખોમાં જળ ભરેલું હતું અને તે માથું ઝુકાવીની બેસી ગયા.

સીતાજીએ પૂછ્યું, મને કહો મારા લાડકા શું વાત છે? શા કારણે આ ઉદાસી છવાઈ છે? આંખોમાં નીર કેમ ભરાયા છે?

હનુમાનજી બોલ્યા, માતા તમે મને અમુક વરદાન આપ્યા છે, અજર અમરની પદવી આપી છે, અને ઘણું સન્માન આપ્યું છે. હવે હું તે પાછુ આપવા આવ્યો છું. મારે અમર પદ નથી જોઈતું, દુર રહું હું શ્રી ચરણોથી એવું જીવન નથી જોઈતું.

સીતાજી હસીને બોલ્યા, દીકરા આ શું બોલી રહ્યો છે? અમૃત માટે તો દેવો પણ તરસ્યા, પણ તું કેમ ડોલી રહ્યો છે.

એટલામાં શ્રીરામ પ્રભુ આવી ગયા અને કહ્યું, શું ચર્ચા ચાલી રહી છે માં દીકરા વચ્ચે.

ત્યારે સીતાજી બોલ્યા સાંભળો નાથજી, ખબર નહિ શું થયું હનુમાનને, મને અજર-અમરની પદવી પાછી આપવા આવ્યો છે.

રામજી બોલ્યા કેમ બજરંગી, આ શું નવી લીલા રચી છે, અમૃતની આ અમર કમાણી ભલું કોણ છોડે.

હનુમાનજી રડીને બોલ્યા, તમે સાકેત પધારી રહ્યા છો, મને આ ધરતી પર છોડીને તમે વૈકુઠ જઈ રહ્યા છો. તમારા વગર મારું જીવન શું છે? અમૃત નહિ પણ વિશ પીવા જેવું છે. વિરહની અગ્નિમાં તડપી તડપીને જીવવું એ પણ શું જીવન છે.

હનુમાનજી બોલ્યા પ્રભુ હવે તમે જ જણાવો, તમારા વગર હું અહિયાં કેવી રીતે રહીશ?

ત્યારે એની ઉપર પ્રભુ રામ બોલ્યા, હનુમાન સીતાનું આ વરદાન માત્ર તારા માટે જ નથી, પણ તે તો સંસાર આખાના કલ્યાણ માટે છે, તું અહિયાં રહીશ, અને સંસારનું કલ્યાણ કરીશ.

માંગ હનુમાન વરદાન માંગ – તેના ઉપર શ્રી હનુમાન બોલ્યા, જ્યાં જ્યાં તમારી કથા થાય, તમારું નામ લેવાય, ત્યાં ત્યાં હું ઉપસ્થિત રહીને હંમેશા આનંદ લઈશ. સીતાજી બોલ્યા આપી દો પ્રભુ આપી દો.

ત્યારે ભગવાન રામે હસીને કહ્યું, તમે નથી જાણતા સીતા તે શું માગી રહ્યો છે. તે અસંખ્ય શરીર માંગી રહ્યો છે. જેટલી જગ્યાએ મારા પાઠ થશે એટલા શરીર માંગી રહ્યો છે.

ત્યારે સીતાજી બોલ્યા, તો આપી દો તેમાં શું થયું, તમારો લાડકો છે.

ત્યારે તેની ઉપર પ્રભુ શ્રીરામ બોલ્યા, તારી ઈચ્છા પુરી થશે. ત્યાં બીરાજશે બજરંગી, જ્યાં અમારી ચર્ચા થશે. જ્યાં રામની કથા થશે, ત્યાં આ રામ દુલારા હશે, જ્યાં અમારું ચિતન થશે, ત્યાં ઉલ્લેખ તારો થશે.

હનુમાન કળયુગમાં મારાથી પણ વધુ તારી પૂજા થાય, જે કોઈ તારા શરણમાં આવે, તેને અમારી ભક્તિ મળે, મારા દરેક મંદિરની શોભા બનીને તું બીરાજશે, મારા નામનું સ્મરણ કરીને સુધબુધ ગુમાવીને નાચશે.

આ સાંભળીને બજરંગી નાચી ઉઠ્યા, રામ-સીતાના ચરણોમાં શીશ નમાવ્યું અને સુખ હરતા સુખ કરતા પ્રભુનું આ નામ જપવા લાગ્યા.

જય સીયારામ… જયજય સીયારામ… જય સીયારામ… જય જય સીયારામ.

જય શ્રીરામ.