‘હરિએ દઈ દીધો હરિવટો…’ વાંચો રમેશ પારેખ દ્વારા રચિત અદ્દભુત હરિભજન.

0
416

હરિએ દઈ દીધો હરિવટો…

ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો?

આઘે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા!

પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંનાં હેવા;

નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો…..

મીરાં કે પ્રભુ અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં?

કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા;

દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ઘટો!’

હરિએ દઈ દીધો હરિવટો…

– રમેશ પારેખ