હરી હરી તે વન નો મોરલો… આ ભજન ગાઈને પ્રભુની ભક્તિમાં મગ્ન થઈ જાવ.

0
921

હરી હરી તે વન નો મોરલો ગિરધારી રે

રાણી રાધા ધાલાક્તી ઢેલ જીવન વારી રે

મોટા મોટા સંખલપુર ગામડા ગિરધારી રે

મોટા મોટા બહુચર મન નામ રે… ગિરધારી રે

મોટા મોટા ચોટીલા કેરા ગામડા ગિરધારી રે

મોટા મોટા ચામુંડા માના નામ રે… ગિરધારી રે

મોટા મોટા માટેલ કેરા ગામડા ગિરધારી રે

મોટા મોટા ખોડીયાર માના નામ રે… ગિરધારી રે

મોટા મોટા પાવાગઢ ગામડા ગિરધારી રે

મોટા મોટા કાલિકા માના નામ રે… ગિરધારી રે

મોટા મોટા ચોરવાડ કેરા ગામડા ગિરધારી રે

મોટા મોટા ભવાની માના નામ રે… ગિરધારી ર

-અજ્ઞાત

સંકલન : હસમુખ ગોહીલ