‘હરિની હાટડીએ મારું…’ – હરિની ભક્તિના રંગે રંગાવ આ સરસ મજાના ભજન દ્વારા.

0
1833

હરિની હાટડીએ મારું કાયમ હટાણું,

જોયું કે ન જોયું મેં તો ટાણું કે કટાણું……..

હરિની હાટડીએ…….

પૃથ્વીહ પવનને પાણી આપ્યો સૌને ઉલટ આણી

કોય દિ ન માગ્યું એનું નારાયણે નાણું……..

હરિની હાટડીએ…..

બાળાવયમાં મોઢું બોખું, આપ્યું માનુ ધાવણ ચોખ્ખું

દાંતની સંગાતે દીધું ચાવવા ચવાણું….

હરિની હાટડીએ…….

ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી

કિડીઓને કણકી કણકી હાથીડાંને માણું….

હરિની હાટડીએ….

ધણી મેં ધાર્યો છે નામી, વ્યાધી દીધી સઘળી વામી

મળિયું પિંગળને મોટી પેઢીનું ઠેકાણું….

હરિની હાટડીએ મારું કાયમ ઠેકાણુ.

– સંકલન : હસમુખ ગોહીલ

મથુરભાઈ કણજારીયાના સ્વરમાં સાંભળો આ ભજન :