હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી
રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી
કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે
કોઈ કહે નંદનો કિશોર… કયા નામે…
મથુરામાં મોહન ગોકુળ માં ગોવાળિયો
અયોધ્યામાં રાજા રઘુવીર… ક્યા નામે…
પંઢરપુર માં પાંડુરંગ વિઠ્ઠલા
દ્વારકામાં રાય રણછોડ… કયા નામે…
મહેતા નરસિંહનો સ્વામી શામળિયો
મીરાંનો ગિરિધર ગોપાળ… ક્યા નામે…
તુલસીદાસના ઈષ્ટદેવ રામજી
નારેશ્વરના દત્ત ભગવાન… કયા નામે…
ભક્તજનો ના કામ જ કરવા
રૂપ ધર્યા છે અનેક… કયા નામે…
– સંકલન : હસમુખ ગોહીલ