હરીહર બાપુના જીવનની સત્ય ધટના, જે વાંચીને તમે દંગ રહિ જશો, અત્યંત અદ્દભુત છે આ ઘટના જેમાં ભોલેનાથ પોતે….

0
623

આ ધટના ગામ ભાતેલ મા જુના જમાનામા બનેલી છે. ભાતેલ ગામ આખુ જાડેજા દરબારનુ છે, બાકિ બે-બે પાચ-પાચ ઘર બ્રાહમણ, લોહાણા, ભરવાડ, ખવાસ, દરજી, સુથાર, વાણંદ, સીદિ બાદશાહ, હરિજન તથા બેક ઘર જાડેજા ના ભાણેજુ નાં.

રેલમાર્ગે જામનગર થી દ્રારકા જતા જામ ખંભાળીયા પછી નુ પહેલુ સ્ટેશન ભાતેલ આવે છે. (તે જમાના મા ખંભાળીયા પછી નુ પહેલુ સ્ટેશન વિરમદડ આવતુ જે ૧૯૯૬ બાદ રેલ્વે ડિપાર્ટમેન્ટે તદન રદ કરેલુ છે.)

ભાતેલ ગામ તથા આજુબાજુના ગામો ની લોક વાયકા પ્રમાણે તથા ગામના ૯૦-૯૨ ની ઉંમર વટાવી ચુકેલા કે જે આ ધટના ના સાક્ષી છે તેમના મુખેથી સાંભળયા પ્રમાણે, આ વાત ૧૯૪૦ ની આસપાસની છે. તે સમયે બ્રોડગેજ રેલ્વેમા છુક છુકયા (સ્ટીમ) એંન્જીન ચાલતા. ભાતેલ ના રેલ્વેસ્ટેશનમા કાંન્તીલાલ સ્ટેશન માસ્ટર તરીકે ફરજ નીભાવતા જે હરીયાણાના બ્રાહમણ હતા.

એકલા રહેતા એટલે નોકરી પુરી થાય અને ફ્રિ હોય એટલે ગામ મા લટાર મારવા નીકળી જતા ને સ્વાભાવના એકદમ સરળ અને શાંત એટલે ગ્રામજનો સાથે હળતામળતા ને વાતોચીતો કરતા. ગામ ની સ્કુલ અને ગૌ શાળા ની બાજુમા એક જુના નાનકડા ઓટલા ઉપર બીરાજમાન શિવ લીંગ હતું.

કાંન્તીલાલ શિવભકત પેહલેથી જ હતા, એટલે ત્યાથી નીકળતા ત્યારે દર્શન કરતા, ધીમે ધીમે આગળ વધતા સોમવાર તથા શ્રાવણ મહિના મા જળ તથા પુષ્પ ચડાવા લાગ્યા, ત્યાર પછે તે ઓટલા ને થોડુ કડિયા કામ વગેરે કરાવી થોડો વ્યવસ્થીત કર્યો. ગામલોકો તથા ગામના જુવાનીયાઓ સાથે કાન્તીલાલ ને સારુ ભળે એટલે કાંન્તીલાલે લોકો ને દર સોમવારે રાત્રે શીવ મંદિરના ઓટલે સાથે મળી શિવ ધુન કરવા વાત કરી.

ગામ લોકો ને વાત ગમી તે સહમત થયા એટલે બસ દર અઠવાડિયે શિવ ધુન ચાલુ થય ગય, ગામ ના નાના મોટા, જુવાન વડિલ સૌ શિવ ધુન મા આવે ને તબલા મંજીરા પેટી સાથે શિવ ધુન કરે. કયારેક તો સવારો સવાર ધુન ચાલે, સમય વિતવા લાગયો.

કયારેક એવુ બનતુ કે કાન્તીલાલ ની રાતપાળી હોય અને સોમવાર હોય, પણ એ જમાનામા નાઇટ મા બેક પેસેંન્જર ટ્રેન અને બેક માલગાડિ એમ ચારેક ટ્રેન નીકળે, તોય ધુનમા તો જતા પણ ટ્રેન ના ટાઇમ થાય એટલે વચ્ચે આવી ટ્રેન પાસ કરાવી જાય, આવુ તો પડે જ કારણ કે બંન્ને બાજુના સ્ટેશ નો ના માસ્તરો સાથે ફોન પર વાત કરવી પડે, વાત કરવાના મશીન માથી ટોકનગોળો કાઠવો પડે, ટોકન આપીએ તોજ ટ્રેન આગળ જાય તથા ટ્રેન ના આવા જાવાના ટાઇમીંગ સાથે મુખ્ય રજીસ્ટર મા સહિ વગેરે કરવુ જ પડે તેમા કોઇ બાંધ છોડ ના ચાલે.

એકવખત સોમવાર અને રાતપાળી બંન્ને સાથે, કાંન્તીલાલ તો જે નીયમ હતો એજ રીતે સમય થયો એટલે શિવધુન મા ગયા. તબલા મંજીરા સાથે ગામ ના જુવાનીયા ને વડિલો સાથે કાંન્તીલાલે શિવધુન ચાલુ કરી, પણ કુદરતી એ રાત્રે એવી તે ધુન લાગી અને એવા લીન થય ગયા ભોળાનાથ ની ધુન મા કે સમય નુ કોય જ ભાન ના રહયુ. વચ્ચે પોરો (બ્રેક) ખાવાનુ પણ નામ ના લ્યે.

હવે બનયુ એવુ કે રાતપાળી વિશે ગામલોને પણ ખબર નય, પછે તો કાંન્તીલાલ ની સાથે સાથે બીજા પણ અનેક ભકતો ને ધુન લાગવા માંડી, આખી રાત જોરદાર ની શિવ શંકર ભોળાનાથ ની ધુન ચાલી ને સવાર કયારે પડિ કોયને કાય ખબર નય.

સવાર પડિ ને આછુ અંજવાળુ થયુ, ભકતો માથે થી ધુન ઉતરી ને ભકતો ખુબ ખુશ થયા કે આજ તો બવ મજા આવી. અજવાળુ થય ગયુ, કાંન્તીલાલ પણ ધુન માથી બહાર આવ્યા, પરંતુ તેમના માટે આ અજવાળુ ખુબ જ ચિંતા જનક હતુ. કારણ કે તે ભુલી ગયા હતા કે નોકરી ચાલુ છે.

પછે તો બસ ઈમાનદાર માણસ ને એટલે કાંન્તીલાલ પાણી પણ ના પીધુ ને હાફળા ફાફળા થતા દોટ મુકિ રેલ્વેસ્ટેશન પોહચ્યા ને પાછળ બધા ભકતો, જઇ ને જોયુ તો પોંઇન્ટમેન ને ઇ જેમ દરરોજ હોય તેમજ બેઠેલા ને, કાંન્તીલાલ ને અને ભકતો ને જોઇ પુછયુ કે સાહેબ શુ થયુ કેમ એટલા હાફો છો?

તો કાંન્તીલાલે અને ભકતો એ ધુન વિશેની બધી વાત કરી, તો પોઇન્ટમેનો તો સામુ જોતા રહયા ને શુ કેહવુ કાય સમજી ના શકિઆ, તોય હિંમત કરી થોડિવાર પછે કિધુ કે સાહેબ તમારી કાઇક ગેરસમજ થાતી લાગે છે. રાત્રે તમે આવ્યા હતા ને બધુ જ કામ નીયમ પ્રમાણે જ કર્યુ હતુ અને પાકા રજીસ્ટર મા તમારી સહિ પણ છે.

પણ ગામલોકો કહે સાહેબ તો આખી રાત અમારી સાથે ધુનમાજ હતા ને પોંઇન્ટમેન કહે સાહેબ આવ્યાતા. ભકતો કે પોઇન્ટમેનો એકબીજા ની વાત કોઇપણ માનવા તૈયાર ન હતા, એક જ માણસ બે જગ્યાએ કઇ રીતે હોય શકે પછે તો સવાર મા ગામ ભેગુ થયુ.

કાંન્તીલાલ બધુ જ સમજી ગયા અને બોલ્યા કે એક માણસ બે જગ્યાએ ના હોય શકે, હુ ધુન મા જ હતો પણ મારી નોકરી ઉપર આચ ના આવે એટલે મારો ભોળોનાથ મારુ રુપ ધારણ કરી મારી નોકરી કરવા આવ્યા હતા. મારા શિવ શંકર ભોળાનાથ ને જો મારી નોકરી કરવા આવુ પડતુ હોય તો મારી નોકરી શુ કામની, આજથી અને અત્યારથીજ હુ નોકરી મુકુ છુ ત્યાર બાદ તેમણે નોકરી મુકિ સંન્યાસ લય અને આખુ જીવન ફકત શિવ ભકતિ જ કરી. અને તે શ્રી સ્વામી હરીહર કેહવાયા..

સાથે નોકરી કરતા પોંઇન્ટમેનો અફસોસ કરવા લાગ્યા કે અમારી સાથે દિ ના નાથે નોકરી કરી, અને ઓળખી પણ ના શકિયા, એકવાર તો દર્શન આપવા તા પ્રભુ, પછે તેમણે પણ નોકરી સાથે શિવ ભકતિ તથા ધાર્મિક પુસ્તકોનુ અધ્યયન ખુબ જ કરીયુ..

શ્રી સ્વામી હરીહર (કાંન્તીલાલ સ્ટેશન માસ્તર) નો દેહવિલય પણ અહિજ થયો વિ.સ.૨૦૨૭ (1971), દેહવિલય શ્રાવણ વદ ૬ ના થયેલ એ જ દિવસે મંદિરે એક ના ગાસાધુ આવેલ જે હરીહર બાપુના દેહ ને જયારે દ્રારકા દરીયા મા જળ સમાધી આપવા ગયા ત્યારે ગામ લોકો સાથે ટ્રક મા દ્રારકા આવેલ અને ત્યાર બાદ બોટ મા દરીયા મા પણ પાચેક કિમી અંદર આવેલ. પરંતુ સમાધી ની વિધી પુરી થતા જ દરીયા મા જ બોટમાથી કયા અલોપ થય ગયેલ એ કોઇપણ ને ખબર નથી.

હરીહર બાપુની યાદિ મા અવિતરત વર્ષો થી દરવરસે શ્રાવણ વદ ૬ ના રેલ્વે સ્ટાફ તથા ગામલોકો મળી સાંજે બટુકભોજન કરાવે છે અને આખી રાત સ્ટેશન પર ભજન ને શિવ ધુન કરવા મા આવે છે. રાજકોટ થી ઓખા સુધીનુ એકજ સ્ટેશન એવુ છે કે જયા દર વર્ષે પ્લેટફોર્મ પર ભજન અને શિવધુન બોલાય છે.

ભાતેલ રેલ્વે સ્ટેશને થી નીકળો ત્યારે જરુર થી સ્વામી હરીહર ને યાદ કરશો, કેમ કે તેમની ભકતિ થી પ્રભાવિત થય ભોળાનાથે આ સ્ટેશન ઉપર અમુક ઘળી નોકરી કરી છે, ભોળાનાથ ની કાંન્તીલાલ ના નામે સહિ (સીગનેચર) કરેલ રજીસ્ટર જે તે સમયે રાજકોલ રેલ્વેડિવીઝને યાદિ સ્વરુપે સંભારણા રુપે રાખેલ..

વેદ કે વાણી ન વર્ણી શકે,

બુધ્ધી બલિહારીની પાછી ફરે,

કાંન્તી તમ ચરણ નુ ધ્યાન ધરે,

હરીઓમ તણા ગુણ ગાયા કરે.

ૐ શ્રી હરીહર સ્વામી:

ૐ નમ:શિવાય.

– સાભાર અનીલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)