‘હરિવરને કાગળ લખીએ’ – શ્રીહરિના આ ભજનમાં ભક્ત શા માટે તેમને કાગળ લખવાની વાત કરે છે? જાણો

0
311

હરિવરને કાગળ લખીએ રે…

લઇને જમુના જળ લખીએ રે…

જત લખવાનું કે કરવી છે, થોડી ઝાઝી રાવ

વ્હાલા હારે વઢવાનો યે લેવો લીલો લ્હાવ

અમે તમારા ચરણકમળને પખાળવા આતુર

હવે નૈણમાં વરસો થઇ ચોમાસુ ગાંડુતુર

કંઇ ભીની ઝળહળ લખીએ રે…

લઇને જમુના જળ લખીએ રે…

શ્વાસમાં વરસે રામ રટણ ના કેમ ન પારિજાત

ઝટ બોલો હરિ ક્યારે થાશું રોમ રોમ રળિયાત

કાં રુદિયામાં ફરતી મેલો ટપ ટપ તુલસી માળ

કાં આવીને શ્વાસ સમેટૉ મારા અંતરિયાળ

શું હાવાં આગળ લખીએ રે…

લઇને જમુના જળ લખીએ રે…

– ભગવતીકુમાર શર્મા

સંકલન : હસમુખ ગોહીલ