‘હરજી, જેવી તારી મરજી’ – રમેશ પારેખ દ્વારા રચિત આ હરિ ગીત તમને જરૂર ગમશે.

0
433

હરજી, જેવી તારી મરજી!

દે સાંધણ કે દે તુટામણ,

દે ચપટી કે દે મહેરામણ;

તું મનમાની કર, જી!

ના પાણીનું એક ટીપું એ અમ-થી વિંધ્યું જાય,

તે તો હિરકનો ભૂકો કરવાનું કીધું, હાય!

તે મારી આંગળીઓ જળની મૂઠી ભરવા સરજી!

મીરાં કે પ્રભુ, અદીઠ રહીને આમ ન મા રો બાણ,

દરશન દ્યો તો મોરપીંછના છાંયે છાંડુ પ્રાણ;

મીરાં કે જો, તારા પગમાં પડી મીરાંની અરજી!

– રમેશ પારેખ

સંકલન : હસમુખ ગોહીલ (અમર કથાઓ ગ્રુપ)